નાંણી એરફોર્સમાં રહેલી ગાયોની બદતર હાલત

વડાવળ  ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આમ આદમી સહિત પશુ - પંખીઓની હાલત ખરાબ થઈ રહી છે તેવામં હિન્દુ - સંસ્કૃતિમાં જેને માતાનું ઉપનામ અપાયુ છે તે ગૌમાતાઓની Âસ્થતિ ખુબ દયનીય બની રહી છે તેમાં પણ લાખણી તાલુકાના નાંણી ગામે આવેલી એરફોર્સની અવાવરૂ જગ્યામાં અંદાજીત ૧પ૦૦ જેટલી ગાયો ઘાસચારા વિના ટળવળી રહી છે ચોમાસાની સીઝનમાં ખુલ્લી જગ્યામાં ઉગેલા ઘાસચારાના લીધે એરફોર્સની વિશાળ જગ્યામાં ગાયો પુરાણી હતી પણ શિયાળા બાદ ઘાસચારો ન મળતા ગાયોની હાલત કફોડી થઈ જવા પામી છે. અત્યારે ઉનાળાના ધોમધખતા તાપમાં ઘાસચારો અને પાણી વિના કેટલીક ગાયો તડફડીને મોત ને ભેટી છે આ બાબતે ગામના સરપંચ અને અન્ય યુવાનોએ ગાયો માટે આહલેક જગાવતા કેટલાક જીવદયા પ્રેમીઓ દ્વારા ગાયોને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી હતી પણ આ નીરાધાર ગાયોની આવી Âસ્થતિ ક્યાં સુધી જાવાશે ? આગામી સમયમાં ઉનાળાની તીવ્ર ગરમી પડવાની છે ત્યારે એરફોર્સમાં પુરાયેલી ગાયોની Âસ્થતિ શુ થશે ? તેની કલ્પના માત્ર ધ્રુજાવી દે છે.
રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા અછત ગ્રસ્ત જાહેર કરતાં પશુઓ માટે ગૌશાળા અને પાંજરાપોળોમાં ઘાસચારો પુરો પાડવામાં આવી રહ્યો છે ત્યારે જા નાંણી એરફોર્સમાં પુરાયેલી અંદાજીત ૧પ૦૦ થી વધુ ગાયોનું રાજ્ય સરકારના ચોપડામાં રજીસ્ટેશન થાય અથવા જીલ્લાની ગૌશાળા અને પાંજરાપોળોમાં આ ગાયોનું સ્થળાંતર કરવામં અવો તો આ ગાયોને જીવનદાન મળી શકે છે. ત્યારે જીલ્લાનો કોઈ જીવદયા પ્રેમી આ બાબતે આગળ આવી ગાયોને વહારે આવશે ખરા ? પ્રજાના પ્રતિનિધિઓ ગાયબ  લાખણી સહીત જીલ્લામાં આ વખતે ચોમાસામાં નહીવત વરસાદ થયો છે. તેથી દુષ્કાળની Âસ્થતિ વચ્ચે ઠેરઠેર પીવાના પાણીના પોકારો ઉઠવા પામ્યા છે તો ઘાસચારાના અભાવે અબોલ પશુઓની હાલત દયનીય બની ગઈ છે રાજ્ય સરકારે જીલ્લાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે તેમ છતાં આમ પ્રજા અને પશુઓની હાલત કફોડી છે ત્યારે પ્રજાના ચૂટાયેલા પ્રતિનિધિઓ ચુંટણીમાં વ્યસ્ત છે 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.