02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / પબ્જીના રવાડે ચડેલા પતિના કારણે પત્નીનો આપઘાતનો પ્રયાસ

પબ્જીના રવાડે ચડેલા પતિના કારણે પત્નીનો આપઘાતનો પ્રયાસ   27/06/2019

અમદાવાદ: કૃષ્ણનગરમાં પતિને પબ્જી ગેમ રમવાની ના પાડતા પતિએ પત્નીને માર માર્યો. તેમજ સાસરિયાં પણ તેના દીકરાને સાથ આપીને પુત્રવધૂને તું અમને ગમતી નથી દીકરાને છૂટાછેડા આપી દે કહી ગાળો બોલતાં મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કૃષ્ણનગર પોલીસે મહિલાનાં પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
 
કૃષ્ણનગર અંજના પાર્ક સોસાયટીમાં રહેતાં 35 વર્ષીય આશાબેનનાં લગ્ન 2007માં નિલેશ પ્રજાપતિ સાથે થયાં હતાં. તેઓ દાંપત્ય જીવન દરમિયાન એક દીકરાના માતાપિતા બન્યા હતા. સાસરિયાં લગ્નના થોડા મહિના બાદથી નાની નાની બાબતે મહેણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. મંગળવારે રાતે 11 વાગે નિલેશ પ્રજાપતિ મોબાઇલમાં પબ્જી ગેઇમ રમતા હતા. જેથી આશાબેને તેમને ગેમ રમવાની ના પાડતા નિલેશ પત્ની આશા પર ઉશ્કેરાઇ ગયા હતા.
 
નિલેશે આશાને ગડદાપાટુનો માર મારી મન ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. તેમજ આશાના સાસુ સસરાએ પણ દીકરાનું ઉપરાણુ લઇ આશાને તું અમને ગમતી નથી તારાથી છૂટાછેડા જોઇએ છે - એમ કહી અનારનવાર ત્રાસ આપ્યો હતો. જેથી કંટાળેલી આશાએ ઘરમાં ફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે સસરાએ બચાવી લઇ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં આશાબહેને પતિ સહિતના સાસરિયાં સામે ત્રાસની ફરિયાદ નોંધાવી હતી.
 
પબ્જી ગેમ પર પ્રતિબંધ મૂકાયો તે સમય દરમિયાન નિલેશ ગેમ રમતો બંધ થયો હતો. જો કે, પ્રતિબંધ ઉઠાવી લેવાતાં જ તે ગેમમાં સતત રચ્યોપચ્યો રહેતો હોઈ આશાબહેને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પત્ની કરતાં તેને ગેમ વધારે વ્હાલી હોય તેમ દર વખતે પત્નીને અપમાનિત કરતો હતો. આ અંગે પત્નીએ સાસરિયાઓને પણ ફરિયાદ કરી હતી.
 
અગાઉ મહિલાએ પતિ અને સાસરિયાં સામે ઘરેલુ હિંસાનો કેસ કરી ખાધાખોરાકી માંગી હતી. જેમાં મહિલા અને તેના પતિ સાથે સમાધાન થયા બાદ તે પાછી સાસરીમાં રહેવા આવી હતી.

Tags :