02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / સેકન્ડરી માર્કેટની ઉથલપાથલના પગલે પ્રાઇમરી માર્કેટ પણ સુસ્ત

સેકન્ડરી માર્કેટની ઉથલપાથલના પગલે પ્રાઇમરી માર્કેટ પણ સુસ્ત   08/12/2018

 
 
       
                          મેટ્રોપોલિસ હેલ્થકેર અને પોલિકેબ ઈન્ડિયાના ૨૦૦૦-૨૦૦૦ કરોડ રૂપિયાના ઈસ્યુ પણ આવવાના છે. તેના દ્વારા અનેક પ્રાઈવેટ ઈક્વિટી ઈક્વિટી ઈન્વેસ્ટર્સને એક્ઝિટ કરવાનો મોકો મળશે. આ પીઈ ઈન્વેસ્ટર્સ ઉપરાંત આઈઆઈએફએલ (એઆઈએફ) અને એડલવીસના પ્રી આઈપીઓ ફંડ્સ પણ છે, જેમને તેમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઘણું રોકાણ કર્યું છે.બજારની અફરાતફરીમાં અટવાયેલા રૂ.86,000 કરોડના IPO
 
          
 
                       આઈપીઓ માર્કેટ માટે ૨૦૧૮ બમ્પર વર્ષ બની શકતું હતું પણ એવું શક્ય ન બન્યું. શા માટે? રિસર્ચ ફર્મ પ્રાઈમ ડેટા બેઝના અનુસાર સેબી દ્વારા મંજૂર ૫૪ આઈપીઓ પાઈપલાઈનમાં છે. તેના દ્વારા લગભગ ૬૪૦૦૦ કરોડ રૂપિયાની રકમ મેળવી શકાય છે. માર્કેટ રેગ્યુલેટરની પાસે લગભગ ૨૨૦૦૦ કરોડ રૂપિયાના ૨૫ આઈપીઓ એપ્લિકેશન પણ છે. સૌથી મોટો આઈપીઓ નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૧૦૦૦૦ કરોડ રૂપિયાનો છે. 
 
 
 
 
આનાથી અમારો દેખાવ પ્રભાવિત થશે? ના. ફંડ લાઈફ ૩.૫ વર્ષની છે અને અમને પ્રી-આઈપીઓ,  આઈપીઓ અને હાલની લિસ્ટેડ  કંપનીઓમાં રોકાણ કરવામાં આસાની છે. ડીમાર્ટની કંપની એવન્યુ સુપરમાર્ટ્સનો ઈસ્યુ ૧૦૫ ગણો સબસ્ક્રાઈબ અને ૧૦૦ ટકા પ્રિમિમય પર લિસ્ટ થયો હતો. કંપની સાથએ પ્રમોટર તરીકે માર્કેટના 'ઓલ્ડ ફોક્સદ રાધાકિશન દામાણીનું નામ જોડાયેલું છે. જો કે આ ઈસ્યુ આવતા પહેલા બજાર એક વર્ષમાં ૨૦ ટકા વધી ગયો હતો. એવન્યુ સુપરમાર્ટ્સ માટે માર્કેટમાં લિસ્ટ થવાનો આનાથી સારો સમય બીજો હોઈ શકતો નહોતો.ફંડસ હાથ પર હાથ રાખીને બેઠા નથી. સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડને મેનેજ કરનાર આઈઆઈએફએલ એસેટ મેનેજમેન્ટના સીઈઓ પ્રહસ્ત સેઠ કહે છે, 'આગામી કેટલાક મહિનાઓ સુધઈ માર્કેટમાં ઉથલપાથલ રહી શકે છે. 
 
                   આ બધાના કારણે આઈપીઓ  ઉપરાંત આઈઆઈએફએલ અને એડલવીસના પ્રી આઈપીઓ ફંડની સામે મોટી મુશ્કેલીઓ આવી છે. આઈપીઓ દ્વારા પૈસા ઝડપથી બજારમાં એકત્ર કરવામાં આવે છે કેમકે આ કંપનીઓ પાસે નક્કર પ્રાઈસીંગ પાવર હોય છે પણ તેના માટે બજારમાં ઓછામાં ઓછું એક વર્ષ તેજી હોય એ જરૂરી છે. સેકન્ડરી માર્કેટમાં મોમેન્ટમ બનતા જ આઈપીઓ બજાર સજવા લાગે છે. સારી કિંમત માટે ઓવરસબસ્ક્રિપ્શન પણ જરૂરી છે. 
 
                           ૨૦૧૭માં આઈઆઈએફએલ દ્વારા પ્રી આઈપીઓ ફર્મ્સમાં રૂ. ૭૦૦૦ કરોડ રૂપિયાની સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ બનાવ્યું હતું. ટૂંક સમયમાં જ એડલવીસ પણ ૧૭૫૦ કરોડ રૂપિયાના ફંડની સાથે માર્કેટમાં આવી ગઈ. આ ફંડસ પ્રાઈવેટ ઈક્વિટી અને વેન્ચર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ, આઈપીઓ દ્વારા એક્ઝિટમાં થઈ રહેલો વધારો અને હેલ્ધી આઈપીઓ પાઈપલાઈન પર દાવ લગાવી રહ્યા હતા. છેલ્લા બે વર્ષ પીઈ એક્ઝિટ શાનદાર રહ્યા હતા. વર્ષ પછી સ્થિતિ બદલી છે.
 
 

Tags :