02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / કોંગ્રેસનો કોઈ ધારાસભ્યં ભાજપના જોડાવવા માંગતો હોય તો જાણ કરે ,તેને વાજતે ગાજતે વળાવશું : પરેશ ધાનાણી

કોંગ્રેસનો કોઈ ધારાસભ્યં ભાજપના જોડાવવા માંગતો હોય તો જાણ કરે ,તેને વાજતે ગાજતે વળાવશું : પરેશ ધાનાણી   03/06/2019

 
જો ગુજરાત કોંગ્રેસનો કોઇ ઘારાસભ્ય ભાજપમાં જોડાવવા માંગતો હોય તો તે કોંગ્રેસના નેતૃત્વને જાણ કરે કોંગ્રેસનુ નેતૃત્વ તેને બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે વળાવવામાં આવશે.તેમ ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધનાણીએ કહ્યું હતું તેમણે એમ પણ કહ્યું કે ગદ્દારોને કાઢીને કોંગ્રેસ પક્ષને મજબૂત  બનાવવા સૌ ધારાસભ્યો મક્કમ છે. કોંગ્રેસે અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ્દ કરવા માંગ કરી છે.     ધારાસભ્યોની બેઠક અંગે પરેશ ધાનાણીએ કહ્યુ કે, સંકલન અંગે બેઠક મળી હતી. કોંગ્રેસ જનતાના જનાદેશનો સ્વીકાર કરે છે.જનાદેશ અંગે ધારાસભ્યોના અભિપ્રાય લીધા છે અને ધારાસભ્યોને સાંભળવામાં  આવ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય અને કેન્દ્રમાં ભાજપનું શાસન હોવા છતાં ગુજરાતના પ્રશ્નો પડતર છે. આર્થિક મંદી, ખેતી, બેરોજગારીના પ્રશ્નો કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે લોકોની સમસ્યાઓને વાચા આપવાનું કામ વધુ અસરકારક કરશે. સરકાર લોકોને સાંભળવામાં નિષ્ફળ નીવડી. આંદોલનના અધિકારને ખતમ કરી દેવામાં આવ્યો.  સરકાર બહુમતીના જોરે વિપક્ષને દબાવે છે પણ કોંગ્રેસ વિધાનસભામાં ચૂપ નહીં બને.

Tags :