02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / અમીરગઢ બોર્ડર પર ફાયરિંગની ઘટનામાં ફરાર આરોપીની લાશ મળતા ચકચાર

અમીરગઢ બોર્ડર પર ફાયરિંગની ઘટનામાં ફરાર આરોપીની લાશ મળતા ચકચાર   26/06/2019

બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર સોમવારે  પોલીસ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હતું.  જોકે પંજાબથી ગોવા જતાં યુવકોની ગાડી પોલીસે રોકાવી હતી.  જ્યારે વાહન ચેકિંગ દરમિયાન આ યુવકો પોલીસ પર ફાયરિંગ કરીને ભાગ્યા હતા.  જોકે અમીરગઢ પોલીસે ગઈકાલે 2 યુવકોની અટકાયત કરી હતી. પરંતુ બીજા 2 જે યુવકો ભાગી ગયા હતા તેમાંથી એક યુવકની લાશ મળતા પોલીસ દોડતી થઇ છે. જે  મૃતક આર્મીમેન હોવાનું જાણવા મળ્યું છે. 
 
અમીરગઢ બોર્ડર ચેક પોલીસના ચેકિંગ દરમિયાન પંજાબથી ગોવા તરફથી રેલવે ગાડી પોલીસે રોકાવી  અને વાહનનું ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન ગાડીમાં રહેલા 4 યુવકોમાંથી એક યુવકે પોલીસ પર હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે  પોલીસ પર ફાયરિંગ કરી આ યુવકો આજુબાજના ખેતરોમાં ભાગી છૂટ્યા હતા.  અમીરગઢ પોલીસે આરોપીઓનો પીછો કરી અને તેમાંથી 2 પંજાબી યુવકોની ધરપકડ કરી હતી.  પરંતુ જે પ્રકારે બીજા અન્ય 2 યુવકો ભાગ્યા હતા.  તેમાંથી 1 યુવકનો મૃતદેહ આજે અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ નજીક ખેતરમાં મળી આવ્યો હતો.  જોકે મૃતદેહ ખેતરમાં મળી આવતા ખેતર માલિકે સવારે મૃતદેહ જોયો હતો અને પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે ઘટના સ્થળે દોડી આવી અને મૃતદેહ મામલે તપાસ હાથ ધરી હતી. જ્યારે બીજા બે જે આરોપી પકડાયા હતા તેમને આ યુવકની ઓળખ માટે લવાયા હતા.  જોકે પકડાયેલ યુવકોએ મૃતક પોતાનો સાથીદાર હોવાની ઓળખ આપી હતી ત્યારે અમીરગઢ મામલતદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.  અત્યારે તો અમીરગઢ પોલીસે મૃતદેહને અમીરગઢ રેફરલમાં ખસેડ્યો છે.  જોકે આ  યુવકનું પેનલથી પીએમ થશે ત્યારે હવે પોલીસે તપાસની દિશામાં કામે લાગી છે.  આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે આ યુવકની હત્યા કે પછી આત્મહત્યા છે અથવા કયા કારણસર મૃતદેહ મળ્યો તે તપાસનો વિષય છે.  જોકે તે તો પોલીસ તપાસ ચલાવી રહી છે મૃતક પાસે થી આર્મીમેન હોવાનું આઈકાર્ડ મળ્યું છે ત્યારે આ ફોજીનો મૃતદેહ મળવાની ઘટના આશંકાઓ સર્જાઈ છે. 

Tags :