02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાયોનિયર પ્રાયમરી સ્કૂલના બાળકોની વિવિધ મુલાકાતનું આયોજન

પાયોનિયર પ્રાયમરી સ્કૂલના બાળકોની વિવિધ મુલાકાતનું આયોજન   03/01/2019

 
 
                પાયોનિયર પ્રાયમરી સ્કૂલના ધો. ૧ થી ૪ માં અભ્યાસ કરતાં બાળકોના અભ્યાસક્રમના ભાગરૂપે વિવિધ મુલાકાતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. ૩ અને ૪ માટે નગરપાલિકા, રેલ્વે સ્ટેશન અને પોસ્ટ ઓફિસ જેવી સંસ્થાની મુલાકાત લીધી હતી. નગરપાલિકાના વિવિધ ભાગોમાં થતી કામગીરીની જાણકારી વિશે બાળકોએ પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. કેટલાક પ્રશ્નો બાળકોએ કર્યાં તેના સંતોષકારક જવાબ ત્યાંના કર્મચારીઓએ આપ્યા તે જ પ્રમાણે પોસ્ટ ઓફિસમાં વિભાગવાઇઝ તથા કામનું નિરીક્ષણ બાળકોએ કર્યું તેમજ તેની સાથે બેન્ક જાડાઇ છે. તેમાંથી ટપાલ કેવી રીતે આવે છે. ક્યાંથી આવે છે. કેવી રીતે વિભાજન થઇ મૂળ જગ્યાએ પહોંચે છે તેમજ પોસ્ટકાર્ડ, કવર, અંતરદેશી પત્ર, રીકરીંગ ખાતું, સિનિયર સીટીજન યોજના વગેરે બાબતોની જાણકારી મેળવી ત્યારબાદ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી ત્યાં તેમને રેલ્વે ટીકિટ, રેલ્વે બારી તેમજ ત્યાંના નિયમો વિશેની જાણકારી મેળવી તે જ પ્રમાણે ધો. ૧ અને ૨ ના બાળકો રૂપપુર ગામે જઇ તેમના અભ્યાસના અનુસંધાને આવતા કારીગરોમાં કુંભારની મુલાકાત લીધી ત્યાં માટીમાં વેર, પાણી મીલાવી ગુંદી તેમાંથી ચાકડા પર માટીની જૂદી-જૂદી વસ્તુઓ જેવી કે કોડીયું સમપાતર, કલાડી, પવાણું, ઘંટી, ગલ્લા, કુલડી જેવી વસ્તુ બનતીનું પ્રત્યક્ષ નિરૂપણ કર્યું હતું. તેના ઉપયોગની જાણકારી મેળવી ત્યાંથી તળાવની મુલાકાત કરી તેમાં રહેલાં પાણીનો ઉપયોગ અને તેમાં વસતા જળચર પ્રાણીઓની જાણકારી મેળવી ત્યારબાદ હરસિધ્ધ માતાનું મંદિર અને સિકોતર માતાના મંદિરની મુલાકાત લઇ તે મંદિરની સ્થાપના અને માતાજીની શ્રધ્ધા બાબતે વાર્તા દ્વારા સમજ મેળવી હતી. આ મુલાકાતો શિક્ષણના ભાગરૂપે હતી. બાળકોએ આ પ્રવૃતિ દ્વારા ઘણી બધી માહિતી મેળવી આનંદ વિભોર બન્યા હતા. 

Tags :