મહેસાણા જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ દરમ્યાન ૩૭ જેટલા વાહનો ડીટેઈન કરાયા

 
 
                         મહેસાણા જિલ્લામાં પોલીસે ગત બુધવારે મોડી રાત્રે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું હતું. જાહેર માર્ગો પર વહાન ચેકીંગ દરમ્યાન ર૯ વાહન ચાલકો સહિત ૪૧ વ્યÂક્તઓની રાજાપાઠ હાલતમાં ધરપકડ કરી હતી, જ્યારે ૩૭ વાહનો ડીટેઈન કરાયા હતા. ઉપરાંત સ્થળ પર જ રૂ.પ૭૯૭પનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. દારૂપીને વાહન ચલાવનારાઓથી નિર્દોર્ષ લોકો ભોગ બનતા હોય છે. જેથી મહેસાણા જિલ્લામાં  આ પ્રકારની ઘટનાઓ અટકાવવા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયાએ આદેશ આપ્યો હતો. જેના પગલે ગત બુધવારે રાત્રે ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી જિલ્લા ભરમાં પોલીસ દ્વારા ૭૦ ટૂકડી બનાવી ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી હતી. જેમાં એલસીબી, એલ.ઓ.જી. ટ્રાફિક શાખા અને દરેક પોલીસ મથકના થાના ઈન્ચાર્જ અધિકારીઓ જાડાયા હતા. આ કામગીરી દરમ્યાન ર૯ વાહન ચાલકો સહિત ૪૧ જણાની રાજાપાઠમાં ધરપકડ કરાઈ હતી અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરીને રૂ.પ૭૯૭પ નો દંડ સ્થળ પર જ વસુલ કરવામાં આવ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.