02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / મહેસાણા કસ્બામાં ભરબજારે મહિલાને રિક્ષામાં ખેંચી જવાના પ્રયાસથી ચકચાર

મહેસાણા કસ્બામાં ભરબજારે મહિલાને રિક્ષામાં ખેંચી જવાના પ્રયાસથી ચકચાર   04/03/2019

મહેસાણાના કસ્બા વિસ્તારમાં બે દિવસ પહેલાં એક રિક્ષાચાલકે રાહદારી મહિલાને રિક્ષામાં બેસવા ઇશારો કર્યો હતો, જોકે, તેણીએ જવાબ નહીં આપતાં ઉશ્કેરાયેલા રિક્ષાચાલકે તેણીનો હાથ પકડી પરાણે રિક્ષામાં બેસાડવાનો કરેલો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમાં નિષ્ફળ જતાં મહિલાના માથે ધોકો મારી ઇજા પહોંચાડી હતી. 
શહેરના કસ્બા વિસ્તારના સેતવાડમાં રહેતી રીજવાનબાનુ મોહસીનભાઇ બેલીમ સાંજે ઘરેથી પિયરમાં જતી હતી. ત્યારે રસ્તામાં રિક્ષા લઇને આવેલા સિંધી અસ્લમ સુલેમાનખાને તેણીને રિક્ષામાં બેસવા ઇશારો કર્યો હતો. પરંતુ તેણીએ કોઇ જવાબ ન આપતાં અસ્લમે રિક્ષા ઉભી રાખી તેનો હાથ પકડી રિક્ષામાં પરાણે બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં તે નહીં બેસતાં અસ્લમે ધોકો મહિલાના માથામાં મારતાં ઇજા પહોંચી હતી. મહિલાએ બૂમાબૂમ કરતાં લોકો ભેગા થઇ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. 
આ દરમિયાન અસ્લમ સિંધીના પુત્ર રહીશે ભોગ બનેલી મહિલાના ઘરે જઇ તેમની બેન રેશ્માબાનુ સાથે ઝપાઝપી કરી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

Tags :