02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / પાલનપુર નગરપાલિકાના વિપક્ષના નેતા સહિત ૩ નગરસેવકોને નોટીસ

પાલનપુર નગરપાલિકાના વિપક્ષના નેતા સહિત ૩ નગરસેવકોને નોટીસ   07/04/2019

૫ાલનપુર લોકસભાની ચૂંટણી ટાણે પક્ષ પલટાની મોસમ પુરબહારમાં ખીલી છે. ત્યારે પાલનપુર ખાતે મુખ્યમંત્રીના આગમન ટાણે પાલનપુર નગરપાલિકાના વિપક્ષ ના નેતા સહીતના નગરસેવકો પણ કાંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા હતા. જેઓને કાંગ્રેસ દ્વારા સભ્યપદેથી ગેરલાયક કેમ ન ઠેરવવા તે અંગેની કારણોદર્શક નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામી છે. પાલનપુર ખાતે લોકસભાના ઉમેદવાર પરબત ભાઈ પટેલના ઉમેદવારીપત્ર ભરતા ટાણે જનસભા યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં પાલનપુર નગરપાલિકાના વિપક્ષના નેતા અમૃતભાઈ જોશી, અને રાજુભાઈ પઢીયાર કાંગ્રેસ છોડી કેશરીયો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે પાલનપુર શહેર કાંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલે વિપક્ષના નેતા અમૃત જોશી, રાજુભાઈ પઢીયાર અને કૌશલ જોશીને પક્ષપલટો કરવા બદલ તેઓને સભ્યપદે થી ગેરલાયક કેમ ન ઠેરવવા તે અંગેનો ૩ દિવસમાં ખુલાસો કરવા અંગેની નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામી છે. જોકે, કૌશલ જોશી કે જેઓ સ્ટેજ પર જઇ ભાજપમાં જોડાયા ન હોવા છતાં તેઓને પણ નોટિસ ફટકારતા ક્યાંક કાચું કપાયું હોવાની ચર્ચાએ વેગ પકડ્‌યો છે.

Tags :