મોદી સરકારે યુવાનો, મહિલાઓ, કરદાતાઓ, ખેડૂતો અને ગરીબોને આવરી લેતું બજેટ આપ્યું : રૂપાણી

 
 
 
                                  શુક્રવારે કેન્દ્ર સરકારે વચગાળાનું બજેટ આપ્યું છે જેમાં ખેડૂત, ગરીબ અને કરદાતાઓ માટેની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે રાજ્યનાં સીએમ વિજય રૂપાણીએ પણ વચગાળાનાં બજેટને આવકાર્યું છે અને તેનાથી ગુજરાતને ઘણો લાભ થશે તેમ પણ જણાવ્યું છે. આ બજેટમાં નિયત સાફ, નીતિ સ્પષ્ટ અને નિષ્ઠા અટલ દેખાય છે. શુક્રવારે રજૂ થયેલા વચગાળાનાં બજેટ માટે સીએમએ મોદી સરકારનો આભાર માનતા કÌšં કે, 'મોદી સરકારે યુવાનો, મહિલાઓ, કરદાતાઓ, ખેડૂતો અને ગરીબોને આવરી લેતું બજેટ આપ્યું છે. આ બજેટથી કીડીને કણ અને હાથીને મણ આપીને સાચા અર્થમાં સૌનો સાથ અને સૌનો વિકાસની ભાવના સાર્થક કરી છે. સરકારે ન્યૂ ઇÂન્ડયા તરફ વધુ એક પગલું ભર્યું છે.'
તેમણે આગળ જણાવતાં કÌšં કે, 'ખેડૂતોનાં ખાતામાં ડાયરેક્ટ ૬૦૦૦ રૂપિયા આપવાના પેકેજ આપીને સૌથી મોટું પેકેજ આપ્યું છે. ગુજરાતનાં ૩૬ લાખ ખેડુતોને આને સીધો લાભ મળશે. કામધેનું આયોગની રચનાથી પશુપાલન ઉદ્યોગને સપોર્ટ મળશે. કરોડો ભારતીયો કિસાન ગ્રામ્ય સહિત સમાજના તમામ વર્ગના વિકાસ માટેનું આ બજેટ છે.' સીએમએ આગળ જણાવતાં કÌšં કે, 'આવકવેરાની મર્યાદા પાંચ લાખ રૂપિયા કરવામાં આવી. ધારણા ૩ લાખ થવાની હતી જેને સવાયા કર્યા, ગુજરાતનાં આશરે ૩ કરોડ નાગરિકોને આ લાભ મળશે. ઈન્કમટેક્સની મર્યાદા વધારવાને લીધે મધ્યમ વર્ગના લોકોને મોટો લાભ મળશે. આ ઉપરાંત વધારાનાં ૧,૫૦,૦૦૦ રોકાણ કરશો તો પણ લાભ મળશે. ટીડીએસની મર્યાદામાં વધારો કર્યો છે. આ ઉપરાંત ૧૦ કરોડ શ્રમિકોને યોજનાનો લાભ મળશે. વિન્ડ એનર્જી અને સોલાર એનર્જી ના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાને લીધે ઉપભોક્તાને લાભ મળશે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.