ઝાડ પરથી પૈસા ઉગાવે છે આ વ્યક્તિ, દર મહિને કમાય છે 5 લાખ રૂપિયા

ઝડપથી વધી રહેલા શહેરીકરણ, રસ્તાઓ પહોળા કરવા અને મેટ્રોના નિર્માણ માટે ઝાડ કાપવામાં આવી રહ્યાં છે. ઝાડ કાપવાના કારણે પર્યાવરણ અસંતુલિત થઇ રહ્યું છે. ઝાડને કપાતા અટકાવવા માટે અને તેના નવા જીવતદાન માટે હૈદરાબાદના રહેવાસી રામચંદ્ર અપ્પારીએ માત્ર પોતાની નોકરી જ ન છોડી પરંતુ હરિયાળીને ઉઝડતી અટકાવવાની રીત પણ શોધી સાથે જ પર્યાવરણને બચાવનો બિઝનેસ બનાવી કરોડો રૂપિયાનો વેપાર ઉભો કર્યો. આ વ્યક્તિ વૃક્ષોને નવું જીવન આપવાની સાથે મહિને 5 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે.
 
હૈદરાબાદના રેહવાસી રામચંદ્ર અપ્પારીએ જણાવ્યું કે હૈદરાબાદમાં રસ્તા પહોળા કરતી વખતે ઝાડને કાપવામાં આવી રહ્યાં હતા. ત્યાંથી તેમના મનમાં એક વિચાર આવ્યો કે આ વૃક્ષોને કપાતા અટકાવવાનો કોઇ રસ્તો તો હશે. ઝાડને કાપવાના બદલે અન્ય સ્થળે શિફ્ટ કરવાનો એક વિકલ્પ છે, કારણ કે શિફ્ટિંગથી એક ઝાડ કપાતા બચી જશે, તો બીજી તરફ પર્યાવરણ સંતુલિત પણ રહેશે. આ માટે તેમણે ટ્રાન્સલોકેશન અંગે અધ્યયન અને રિસર્ચ કર્યું. પછી ઝાડને ટ્રાન્સલોકેશન કરવાનો આઇડિયા મળ્યો.
 
રામચંદ્રએ એગ્રીકલ્ચરમાં માસ્ટર ડિગ્રી કરી છે અને એગ્રી બિઝનેસમા એમબીએ કર્યું છે. પરંતુ કેમ્પસ પ્લેસમેન્ટમાં તેમની નોકરી એક પ્રાઇવેટ લાઇફ ઈન્સ્યોરન્સ કંપનીમાં લાગી. આ કંપનીમાં તેમણે ત્રણ વર્ષ કામ કર્યું. આઠ વર્ષ સુધી એગ્રીકલ્ચરમાં અભ્યાસ કર્યા બાદ તેમનું અન્ય કોઇ કામમાં મન લાગતું ન હતું. તેથી તેમણે પોતાની નોકરી છોડી દીધી. રામચંદ્રએ ગ્રીન મોર્નિગ હાર્ટીકલ્ચર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની બનાવી, જે ઝાડનું ટ્રાન્સલોકેશન એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવાનું કામ કરે છે. ટ્રી-ટ્રાન્સલોકેશન એક પ્રક્રિયા છે, જેમાં ઝાડને કાપવાના બદલે તેને ઝડથી ઉખાડીને બીજા સ્થળે તેને લગાવવામાં આવે છે.
 
હૈદરાબાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ જ્યારે કામ શરૂ કર્યું ત્યારે રામચંદ્રની કંપનીને પ્રસ્તાવિત ટ્રેક પર પડતાં ઝાડને સ્થળાંતરિત કરવા માટે કહ્યું. આ દરમિયાન અમે 800 ઝાડને એક સ્થળેથી હટાવીને બીજા સ્થળે લગાવ્યા અને એ દરમિયાન અમારી કંપની દરેકની નજરમાં આવી. રામચંદ્ર કહે છે કે નવા છોડ લગાવવા જરૂરી છે પરંતુ જૂના ઝાડને કાપવાથી બચાવવા પણ એટલા જ જરૂરી છે. ટ્રાન્સલોકેશનથી ઝાડ 4થી5 વર્ષ દરમિયાન સંપૂર્ણપણે મોટા થઇ જાય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.