02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Mahesana / મહેસાણા તાલુકાની ખેરવા શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

મહેસાણા તાલુકાની ખેરવા શાળામાં પ્રવેશોત્સવ યોજાયો   29/06/2019

મહેસાણા : મહેસાણા તાલુકાની ખેરવા કુમાર અને કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ ૨૦૧૯ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન  હસમુખભાઈ ચૌધરી, નાયબ જિલ્લા પ્રા. શિ. અધિકારી  પુલકિત ભાઈ જોશી,કેળવણી નિરીક્ષક  વિઠ્ઠલભાઈ, બી.આર.સી. ઈલિયાસ ભાઈ મન્સૂરી, શૈક્ષણિક કીટ ના દાતા  ભગવાન દાસ જે. પટેલ, જાયન્ટસ ખેરવાના પ્રમુખ ચેતનભાઈ પટેલ,તેમજ એસ.એમ.સી. કમિટી, ગ્રામ પંચાયત ના સભ્ય અને વિશાળ સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં યોજાઈ ગયો. ધોરણ ૧ માં પ્રવેશપાત્ર તમામ બાળકોને સ્લેટ, પેન, પ્રજ્ઞાપોથી, પ્રજ્ઞા ફાઇલ આપી આવકારવામાં આવ્યા હતા. દાતાશ્રી સ્વ. અમૃતભાઈ જોઈતારામ પટેલ પરિવારનો શાળા દવારા આભાર માનવામાં આવ્યો હતો. 

Tags :