ધાનેરામાંથી શંકાસ્પદ તેલના રપ૦ જેટલા નાના મોટા ડબ્બા ઝડપાયા

 
 
                                     ધાનેરા પોલીસને સાથે રાખી મામલતદાર બી.એમ. ખરાડી તથા નાયબ મામલત દાર પુરવઠા વીરમાભાઈએ માર્કેટયાર્ડ રોડ ઉપર શંકાસ્પદ આઈસર ગાડીને ઝડપી અંદરથી તેલના નાના મોટા રપ૦ ડબા કિંમત રૂ.૧,૩૬,૧૩૪ ના પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ટુંકી હકીકત એવી છે કે ધાનેરા પી.આઈ. આર.કે. પાઠકને માર્કેટયાર્ડ ઉપર આઈસર ગાડીમાં શંકાસ્પદ તેલ જણાતા ધાનેરા મામલતદાર બી.એસ.ખરાડીને જાણ કરતાં મામલતદારે નાયબ  પુરવઠા મામલતદાર વીરમાભાઈ તથા સુનિલ ગઢવી માર્કેટયાર્ડ રોડ ઉપર જતાં આઈસર ગાડીના ડ્રાયવર મહેન્દ્રભાઈ ઠક્કર ડીસા વાળાને પુછપરછ કરતા કલ્પેશકુમાર લવજીભાઈ પટેલ ડીસા, રામદેવ ઓઈલ ઈન્ડસ્ટ્રીયલ ડીસાવાળા મળી તેલ ડબ્બા ૧પ કિલોના ૬પ ડબા પ લીટર ના ૧૦૦ નંગ ર લીટરના ૪૧ નંગ પ૦૦ ગ્રામના ૪૦ ડબા શંકાસ્પદ જણાયા હતા અને બીલ માગતાં બીલ પાકુ હતું પરંતુ તેલ શંકાસ્પદ જણાતાં તે તેલ કબજે કરી ઈન્સપેક્ટરોને જાણ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ માલ ધાનેરાના રીયાઝ ટ્રેડીંગ કંપની, બ્રહ્માણી કરીયાણા તથા બીજ વેપારીઓનો માલ ઉતારવાનો હોવાનું જાણવા મળ્યું હતું.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.