02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / દીવનાં ઘોઘલા બીચ પર પેરાગ્લાઇડિંગ વખતે દોરડું તૂટતાં મહિલા પટકાઇ

દીવનાં ઘોઘલા બીચ પર પેરાગ્લાઇડિંગ વખતે દોરડું તૂટતાં મહિલા પટકાઇ   09/08/2018

દીવ: ચોમાસા દરમિયાન દરીયા કાંઠા પર પેરાગ્લાઇડિંગ (પેરાશૈટ) કે વોટર સ્પોર્ટસની રાઇડ લેવાની મનાઇ હોવા છતાં દીવના ઘોઘલા એહમદપુર માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગ કરાતું હતું. પ્રવાસીઓ ઠંડો માહોલ માણવા હોઇ આવા પ્રવાસીઓને ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત વિસ્તારમાં અને તંત્રની સુચનાના બોર્ડ છતાં પેરેગ્લાઇડીંગ કરાવાતુ હતું. એ વખતે અચાનક પેરાશૂટ ઉડાડતી વખતે એક પ્રવાસી મહિલાની પેરાશૂટનું દોરડું ભારે પવનના કારણે તૂટી પડ્યું હતું. અને મહિલા પેરાશૂટ સાથે દરીયાઇ રેતીમાં પટકાઇ હતી. જોકે, રેતીમાં ખાબકી હોવાથી તેનો બચાવ થયો હતો. બનાવને પગલે લોકોમાં દેકારો મચી ગયો હતો.

Tags :