હિમતનગરમાં વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમતા ચાર ઇસમોને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.

પોલિસ અધિક્ષક ચૈતન્ય મંડલીકએ જિલ્લામાં પ્રોહી જુગાર ની બદી નેસ્તનાબુદ કરવા સારું સૂચના આપેલ હોય જે સૂચના આધારે સાબરકાંઠા એસઓજીનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકર એસ.એન. પરમારના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ એચ. એમ. કાપડીઆ નાઓ અ.હે. કો. મહેન્દ્રસિંહ ભૈરવસિંહ, અ. હે.કો. જીતેન્દ્રસિંહ સોનસિંહ, અ.હે.કો. ધર્મેન્દ્રસિંહ પદમસિંહ તથા આ.પો.કો. અપેન્દ્રસિંહ નટવરસિંહ તેમજ વુ.હે.કો. સુરેખાબેન નવલસિંહ તથા વુ.હે.કો. સીતાબેન ભરતભાઇ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. ધર્મેન્દ્રસિંહ બાતમી મળેલ કે હિંમતનગર છાપરીયા ચોકમાં આવેલ ઓટલા પાસે ખુલ્લી જગ્યામાં એક ઇસમ પોતાના મોબાઇલ ફોનમાં વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમી રમાડે છે.

જે હકીકત આધારે સદરી જગ્યાએ પંચો અને સાથેના પો.સ્ટાફ ના માણસો સાથે રેડ કરતા ત્યાં એક ઇસમ પોતાના હાથમાં મોબાઇલ રાખી મોબાઇલમાં કાંઇક ટાઇપ કરતો જણાતા અને તેની આજુબાજુમાં બીજા ત્રણ માણસો ઉભા હોય જેઓ કાઇક ટાઇપ કરાવતા હોવાનુ જણાતા આ ચારેય ઇસમોને સ્થળ ઉપર પકડી લઇ તેઓ પૈકી મોબાઇલમાં આંક ફરકનાં જુગારના આંકડા ટાઇપ કરનાર (૧) અહેઝાદ ઉર્ફે આઝાદ સલીમભાઇ દિવાન રહે. હાજીપુર હિંમતનગર તથા આંક ફરકના જુગારના આંકડા મોબાઇલમા ટાઇપ કરાવનાર (ર) પ્રભુભાઇ પુનીયાભાઇ તીરગર રહે. ગાયત્રી મંદીર રોડ, મહાવીર નગર, હિંમ્તનગર (૩) અમીતકુમાર  સત્યમકુમાર જોષી રહે. સાબરકુંજ સોસા., હિંમતનગર (૪) સલીમઅહેમદ અબ્દુલહમીદ ફકીર રહે. છાપરીયા હિંમતનગરનાઓ સ્થળ ઉપર વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમી રમાડતા પકડાઈ ગયેલ છે. અને સદર ગુનાના કામે રોકડા રૂપિયા પપ૧૫/- તેમજ મોબાઇલ નંગ ૧ જેની કિંમત રૂપિયા ૫૦૦૦/- મળી કુલ રૂપિયા ૧૦,૫૧૫/ નો મુદ્દામાલ પંચનામાં ની વિગતે કબ્જે લઈ જુગારધારા મુજબ આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે.  

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.