02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / નવસારીના ખારેલ હાઇવે પર કાર ડિવાઈડર કુદાવી ટેમ્પોમાં ઘુસી જતા અકસ્માત:પાંચના કરૂણ મોત

નવસારીના ખારેલ હાઇવે પર કાર ડિવાઈડર કુદાવી ટેમ્પોમાં ઘુસી જતા અકસ્માત:પાંચના કરૂણ મોત   06/06/2019

નવસારીના ખારેલ હાઈવે પર ભયંકર અકસ્માત થયો છે. સુરતથી કાર મુંબઈ તરફ જઈ રહી હતી દરમિયાન કાર ડિવાઈડર કુદાવી ગઈ અને સામેથી આવતા ટેમ્પોમાં ઘૂસી જતાં કારના કચ્ચરઘાણ વળી ગયા હતા. અકસ્માતમાં પાંચ વ્યક્તિ ગંભીર ઈજાઓને પગલે મોતને ભેટ્યા હતા. બનાવને પગલે પોલીસે વધુ તપાસની તજવીજ હાથ ધરી છે. નવસારીના ખારેલ હાઈવે પર ઈન્ડિગો કાર સુરતથી મુંબઈ તરફના રસ્તા પર જઈ રહી હતી. દરમિયાન જ્યારે અકસ્માત થયો ત્યારે જોરદાર ધડાકો થયો હતો. સુરત પાસિંગ ધરાવતી આ કારમાં તમામ મૃતકો સુરતના લંબે હનુમાન રોડ પરના રહેનાર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે પાંચેય વ્યક્તિ ઘટના સ્થળ પર જ મોતને ભેટ્યા હતા અને તેમની લાશો કારમાં રીતસર જકડાઈ ગઈ હતી. કારમાંથી લાશો બહાર કાઢવા માટે પતરા કાપવા પડ્યા હતા. 
આ ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકોમાં વૈભવ ઘનશ્યામ પટેલ રહે, મોઢેરા, મહેસાણા, અભ્યાસ ગણપત યુનિવર્સિટી આઇટી સોફ્ટવેર, 2. મીત વિનોદ પટેલ રહે. મહેન્દ્ર નગર ભાગ -૨, મોઢેરા રોડ, મહેસાણા , 3. જતન મુકેશ પટેલ રહે. લંબે હનુમાન રોડ, પરમહંસ સો. સુરત, 4. જય ભુપેન્દ્ર પ્રજાપતિ રહે. ભાટિયા ગામ, પલસાણા સુરત, 5 હેત વસંતકુમાર પટેલ  રહે. વાણીરાજ એપાર્ટમેન્ટ, ચામુંડા નગર, લંબેહનુમાન, સુરત, નો સમાવેશ થાય છે.

Tags :