ડીસામાં લાયન્સ હોલથી અંબિકાચોક સુધીના રોડ પરથી દબાણ દુર કરાશે

 
ડીસા નગરપાલિકા દ્વારા શહેરના લાયન્સ હોલથી અંબિકાનગર તરફ જતાં માર્ગની ડાભી સાઈડમાં આવેલા દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવાની નોટિસ આપી દેવામાં આવી છે. પાલિકા દ્વારા આપવામાં આવેલી આ નોટિસથી દબાણદારોમાં ફફડાટ મચી ગયો છે.
ડીસા શહેરમાં પાલિકા દ્વારા વિકાસ કાર્યોને વેગ આપવાના આશયથી શહેરના માર્ગોને પહોળા કરવામાં આવી રહ્યા છે. માર્ગોને પહોળા કરવા માટે માર્ગોની આસપાસ વર્ષોથી કરવામાં આવેલા દબાણદારો સામે પણ પાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. 
ડીસા શહેરના હાર્દ સમા લાયન્સ હાલ રોડને પણ પહોળો કરવાના આશયથી ડીસા નગરપાલિકા દ્વારા આ માર્ગની ડાભી સાઈડમાં આચરવામાં આવેલા દબાણ દારોને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 જેમાં પાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ હવે ટૂંક જ સમયમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડીસા નગરપાલિકા દ્વારા જે દબાણો હટાવવાના છે તેમાં પાક્કા દબાણોનો પણ સમાવેશ થાય છે. ત્યારે પાલિકા દ્વારા દબાણો દૂર કરવા માટે આપવામાં આવેલી ચીમકીને પગલે દબાણદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 
ડીસા શહેરમાં જ્યારે જ્યારે દબાણ હટાવ ઝુંબેશ રાખવામા આવે છે ત્યારે ત્યારે તંત્ર અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાતું રહ્યું છે ત્યારે હવે પાલિકા દ્વારા લાયન્સ હાલથી અંબિકાનગર સુધીના માર્ગ પર દબાણ હટાવ ઝુંબેશ દરમ્યાન શું થાય છે તે જોવું રહ્યું...!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.