બાપલામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા લગાવાયેલ બોર્ડ સામે ગ્રામજનોમાં આક્રોશ

બાપલા : ધાનેરા તાલુકાના બાપલા ગામે દૂધ મંડળીના આગળના  ભાગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા  બોર્ડ ઉભું  કરતા કેટલાક ગ્રામજનોએ બોર્ડ સામે સવાલો કર્યા છે.બાપલામાં રહેતાં દરેક ઘરમાં સૌચાલય બન્યું હોય અને તેની  સરકારના વાઉચર પણ બન્યાં હોય તેમજ દરેક કુટુંબના ખાતામાં સરકારના ધારાધોરણ મુજબ સહાય પણ ચુકવાયી તે વાત સાચી માનો તો બોર્ડમાં બતાવેલ હકીકત સાચી. પરંતુ હકીકતમાં દરોજ્જ સવારે બાપલા બસ સ્ટેન્ડ, દૂધ મંડળી, તળાવ, પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ બાજુમાં ખુલ્લી પડેલ જમીનમાં જોવાં મળે છે. જયારે સરકાર શ્રી દ્વારા કોન્ટ્રાક્ટરોએ બનાવેલ સૌચાલયમાં માત્ર ગણ્યા ગાંઠ્‌યા પરીવારોને પ૦૦ નંગ ઈંટો, ત્રણ ફુટ  સિમેંટનું પતરું અને એક  ટબ, ત્રણ બોરી હલકી  ગુણવત્તાનો સિમેન્ટ આપવામાં આવ્યાં છે. તો તેરથી સત્તર પરિવારોને સૌચાલયનું બાંધકામ કરી માત્ર ત્રણ ફુટ સોસ કુવા બનાવી કોન્ટ્રાકટર, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના કર્મચારીઓની મિલી ભગતથી લાખ્ખો રૂપિયાની ગેરરીતી કરી ગ્રામજનોને ખુલ્લામાં સોચ ક્રિયા કરવાં મજબુર કર્યા છે. ગ્રામજનો પાસેથી હકીકત જાણવાની કોસીસ કરીયેતો કોન્ટ્રાકટર દ્વારા મોટાં પ્રમાણ ગેરરીતિ કરી ૪૦ ઘરોમાં સૌચાલય નથી તેવું જણાવ્યું હતું. તો ગ્રામ વિકાસ એજન્સીએ સાચું સર્વે કરાવીને બોર્ડ લગાવ્યું ? તેવો પ્રશ્નો કરી બોર્ડને કાળા કૂચડા મારવા જણાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.