02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / હિંમતનગર નજીકના પાણપુર પાટિયા પાસે ત્રિપલ અકસ્માત ઃ યુવતીનું મોત

હિંમતનગર નજીકના પાણપુર પાટિયા પાસે ત્રિપલ અકસ્માત ઃ યુવતીનું મોત   10/03/2019

હિંમતનગર  બડોલીની બી.એચ. એમ. એસ યુવતી ઇન્ટરવ્યૂ આપવા બહેન સાથે પ્લેઝર ઉપર જિલ્લા પંચાયત જઈ રહી હતી
હિંમતનગર વિજાપુર હાઇવે ઉપર પાણપુર પાટિયા ચોકડી ઉપર બુધવારે એક છ વર્ષીય બાળકને ટેક્ટર એ ટક્કર મારતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજયું હતું.  આજે આ ઘટનાને બીજા દિવસે તે જગ્યાએ ટ્રક-જીપ અને પ્લેઝર સ્કૂટર વચ્ચેના અકસ્માતમાં ઇડર તાલુકાના બડોલી ગામની યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની બહેનને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેની સ્થિતિ એકદમ નાજુક હોવાનું જાણવા મળેલ છે.  અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવતીના ચક્ષુદાન અને અંગદાન અંગે પરિવારજનોએ ઈચ્છા વ્યક્ત કરી છે.  અકસ્માતના બનાવની વિગત અનુસાર ઇડર તાલુકાના બડોલી ગામની બી.એચ.એમ.એસ ડોક્ટર હેમાંગીબેન વિજયભાઈ ભાનુશાળી ઉંમર વર્ષ ૨૪ પોતાની બહેન ભૂમિબેન વિજયભાઈ ભાનુશાળી ઉંમર વર્ષ ૨૨ સાથે પ્લેઝર સ્કુટર ઉપર ૧ઃ૩૦ કલાકે ઘરેથી નીકળી હિંમતનગર જીલ્લા પંચાયત ખાતે ઈન્ટરવ્યુ આપવા જઈ રહ્યા હતા. ત્યારે પાણપુર પાટીયા ચોકડી પાસે ટ્રક નંબર એમ. પી ૦૯ એચ.એફ ૫૫૧૫ ના ચાલકે ટ્રક ઉપરનો કાબુ ગુમાવી રોડ ઉપર પસાર થઇ રહેલ જીપ અને પ્લેઝરને ટક્કર મારતાં પ્લેઝર ટ્રકના ટાયર અને જીપ વચ્ચે દબાઈ ગયું હતું. જેમાં ડોક્ટર હેમાંગીબેન ભાનુશાલીનું ઘટના સ્થળે કરુણ અને કમ કમાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે ભૂમિબેન ભાનુશાળીને ગંભીર ઇજાઓ થતાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  અકસ્માત થતાં આજુબાજુથી લોકો રોડ ઉપર દોડી આવ્યા હતા અને ટ્રક ચાલકને માર માર્યો હતો અને ટ્રકના કાચ તોડી નાંખ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઉશ્કેરાયેલા લોકોને શાંત પાડવાના પ્રયાસો કરી ટ્રક અને જીભને રોડ ઉપરથી હટાવી રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. અકસ્માતમાં જીપમાં બેઠેલા બે વ્યક્તિઓ પણ ગવાયા હોવાનું જાણવા મળેલ છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર ડોક્ટર હેમાંગીબેન ભાનુશાળીની ચક્ષુ અને શરીરના જે અવશેષો બીજાને કામ આવે તેવા દાન કરવાની પરિવારજનોએ ઈચ્છા વ્યક્ત કરી.        

Tags :