ધ્રોબા સરપંચ દ્વારા દીકરી જન્મના પ્રેરણાદાયી વધામણાં

નાંદલા : લાખણી તાલુકાના નાનકડા ધ્રોબા ગામના સેવાભાવી સરપંચે ગામની મહિલાઓની કુખે જન્મનાર પ્રથમ  નવજાત દીકરીને રૂપિયા ૧૦૦૦ નું ઇનામ જાહેર કરી સરકારના 'બેટી બચાવો' અભિયાનમાં સુર પુરાવવા સાથે ગાંધી જયંતીની  ઉજવણી પણ સાચા અર્થમાં સાર્થક કરી જાણી છે. દેશને ગુલામીમાંથી મુક્ત કરાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતીની ગઈકાલે બીજી ઓક્ટોબરે દેશભરમાં ઉજવણી કરાઈ હતી. જે નિમિતે વિધવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જે અનુસંધાને લાખણી તાલુકાના ખોબા જેવડા ધ્રોબા ગામની પ્રાથમિક શાળામાં પણ જન્મ જયંતીની રંગારંગ ઉજવણી સરપંચ રબારી બેચરાજી સમેળાજીના અધ્યક્ષ સ્થાને કરાઈ હતી. જેમાં શાળા પરિવાર અને આગેવાનોએ ગાંધીજીની જીવન ઝરમર વાગોળી બાપુને અંજલિ અર્પી હતી. ત્યારબાદ પ્રાસંગીક પ્રવચનમાં સરપંચ રબારી બેચરાજીએ બાળકોને ગાંધીજીના જીવનમાંથી સેવા અને સાદાઈનો ગુણ કેળવવાની શીખ આપી સમાજમાં ઘટતાં જતા કન્યા દરથઈ ચિંતિત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેડેલા બેટી બચાવો અભિયાનને આવકારી ગામમાં હવે પછી  જન્મનાર નવજાત પ્રથમ બાળકીને પ્રોત્સાહન રૂપે ૧૦૦૦ રૂપિયાનું ઇનામ આપી દીકરી જન્મના વધામણાં કરવાની જાહેરાત કરી હતી. જેમની જાહેરાતને હરકોઈએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. સેવાભાવી સરપંચની આ પ્રેરણાદાયી પહેલને દરેક ગામો અનુસરે તો સરકારનું બેટી બચાવો અભિયાન સફળ થઈ શકે તેમ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.