કાંકરેજ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા કલાર્કની કામગીરી ઃ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય

થરા : કાંકરેજ તાલુકામાં દિન-પ્રતિદિન પ્રાથમિક શિક્ષણ કથળી રહ્યું છે. ધો.૬ થી ૮ ના વિદ્યાર્થી ભાઈ બહેનોને વાંચતાં લખતાં આવડતું નથી તેવા ચોંકાવનારા અહેવાલ બાદ શિક્ષણ જગતમાંથી જાણવા મળ્યું કે, કાંકરેજ તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાના શિક્ષકો કલાર્કની કામગીરીમાં અપડાઉન ટયુશન અને સતત ગેરહાજર રહેવાની અસર બીજા નિયમિત સ્ટાફમાં થઈ રહી છે. રાજય કેન્દ્ર સરકાર પ્રાથમિક શિક્ષણ સુધારવા માટે અથાગ પ્રયત્નો કરે છે. તેમાં કયાંક સંગઠનની ખોટી ડખલગીરીને રાજકીય દબાણ કારણભુત હોવાની બુમરાડ સાંભળવા મળી. કાંકરેજ તાલુકાની થરા પે.કેન્દ્ર પ્રાથમિક શાળાની ઉગામણીવાસ પ્રાથમિક શાળામાં તપાસ કરતા ત્યાં આચાર્ય સહિત ચાર શિક્ષકનું મહેકમ ભરાયેલું છે પરંતુ તે પૈકી એક શિક્ષિકાબેન યેનકેન પ્રકારનો વિવાદ ઉભો કરતાં તેમને તાલુકામાં ૬-૭-ર૦૧૭ થી કલાર્કની કામગીરીમાં મુકયા છે. તો બીજા એક શિક્ષક ચોથી સપ્ટે.૧૯ થી કોઈપણ જાતની જાણ કર્યા વગર ગેરહાજર હોવાનું જાણવા મળ્યું. બાકીના બે શિક્ષકોમાં એક આચાર્ય એટલે બધું રામોરામ.. કાંકરેજ તાલુકાના ધુડાનગર (વાદીપરા) વિસ્તાર જે ઈંદ્રમાણા પે.કે.ના તાબામાં આવે છે. જ્યાં એક શિક્ષક તા.ર૪-૮-ર૦૧૩ માં નોકરીમાં જાડાયા પછી તા.૭-૭-ર૦૧પ ઈંદ્રમાણા પે.કેન્દ્રની ધુડાનગર પ્રાથમિક શાળામાં મુકવામાં આવ્યા જે તા.ર૬-૮-ર૦૧૬ થી કોઈપણ જાતની રજા મુકયા સિવાય સતત ગેરહાજર છે તો મોતીસરીયા, અધગામ, ભલગામ, તેરવાડા, ડુંગરાસણ પ્રાથમિક શાળાના તાલુકા કક્ષાએ  કલાર્કની કામગીરી કરી શિક્ષણની ઘોર ખોદી રહ્યા છે તો આ શિક્ષકોની અસર અન્ય સ્ટાફ પર જાવા મળતી હોવાનું શિક્ષણ આલમમાં સાંભળવા મળ્યું. કાંકરેજ તાલુકામાં ઉચ્ચત્તર પગાર ધોરણની ફાઈલ, અન્ય કામગીરી માટે રૂ.૩૦૦૦ સુધીનું ઉઘરાણું કરતાં એ ઈસમો ખરેખર ‘શિક્ષણ’ વિભાગના સાચા દલાલો છે કે પછી ? કાંકરેજ તાલુકામાં કલાર્કની કામગીરી કરતા શિક્ષકો સતત ગેરહાજર રહેતા અપડાઉન, ટયુશન કરતા ને એ સિવાય ચાલુ શાળાએ થરા-શિહોરી-દિયોદર-ખીમાણા સહીતના મથકોએ જાવા મળતા શિક્ષકો કયા પ્રકારની રજા મુકે છે ? તેમની સામે તપાસ કરે કોણ ? ટીપીઓ, બીટ કેળવણી નિરીક્ષકો, સીઆરસી, બીઆરસીને કોઈ સત્તા નથી કે ઉચ્ચ કક્ષાએ રીપોર્ટ કરે તો કોઈ સાંભળતું કે કાર્યવાહી નહીં કરતા હોવાની બુમરાડ પણ સાંભળવા મળી રહી છે.જેની સાચી તપાસ કરે કોણ ?
 

 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.