સનસનાટી મચાવતી લૂંટ: કપાસના વેપારી પાસેથી 20.5૦ લાખની લૂંટ કરી લૂંટારુ ફરાર

મહેસાણા જીલ્લામાં એકજ અઠવાડિયામાં બીજી લૂંટની ઘટના બની છે. હજુ એસટી બસ હાઈજેક અને લૂંટના આરોપી પોલીસ પકડવામાં નિષ્ફળ રહી છે. ત્યાં કડીમાં વધુ એક લૂંટની ઘટના બનતા મહેસાણા પોલીસની સુરક્ષાના ધજાગરા ઉડી ગયા છે.
 
કડીમાં ગઈકાલે મૂળ મધ્યપ્રદેશના ત્રણ વેપારી કપાસનું વેચાણ કરવા આવ્યા હતા. આ પરપ્રાંતીય વેપારી ભવ્ય બ્રોકેર્સની પેઢી ઉપર કપાસ વેચી તેના રૂપિયા 2૦ લાખ 52 હજાર લઇ ગાડીમાં પોતાના વતન તરફ જતા હતા.
 
ત્યારે કડી પાસે નર્મદાની કેનાલ પાસે ચાર બાઈક ઉપર આવેલ આઠ જેટલા લૂંટારુઓએ આ નાણા લૂંટી ફરાર થઇ ગયા હતા. સાંજના સમય લૂંટની ઘટના બનતા કડી પોલીસને જાણ કરતા કડી પોલીસે નાકા બાંધી કરી હતી. પરંતુ લૂંટારુ ફરાર થવામાં સફળ થયા હતા. તો બીજી તરફ મહેસાણા પોલીસને ઘટનાની જાણ થતા મહેસાણા જીલ્લા પોલીસ વડા સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અને ભોગ બનનાર વેપારીની ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.