કોળાવા ગામના ખેડુતના ખેતરમાં અફીણનો જથ્થો મૂકી ફસાવી દેવાના કાવતરાનો પર્દાફાશ

વાવ તાલુકાના કોળાવા ગામે તા.૦૧/૧૦/૨૦૧૮ ના રોજ બાતમી આધારે ર્જીંય્ પાલનપુર દ્વારાવનાભાઇ સોનાભાઇ પટેલના ખેતરમાં રેઇડ કરી ૧ કીલોથી વધારે અફીણનો જથ્થો કબ્જે કરવામાં આવેલ હતો.જે બાબતે પો.અધિ.પ્રદિપ સેજુલ  અને મ.પો.અધિ.થરાદ અજીત રાજયાણના માર્ગદર્શન નીચે માવસરી પો.સ.ઇ. એ.એમ.પટેલ અને સ્ટાફ દ્વારા ગુનાની ગંભીરતા લઇ ગુનાના મુળ સુધી તપાસ કરતાં કોળાવા ગામના જ ઓખાભાઇ હરજીભાઇ પટેલની  ધરપકડ કરેલ છે. ઓખાભાઇ પટેલ અને વનાભાઇ પટેલ બંને એક જ ગામના હોઇ અને છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે મનદુખ હોઇ વનાભાઇનાઓને નુકશાન પહોંચાડવા અને પોતાનો ઇરાદો પાર પાડવા તેઓના ખેતરમાં અફીણ સંતાડી કાવતરૂ રચી ગુનો કર્યો હોવાનુ ખુલ્યુ હતુ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.