02744-220264, 222764       rakhewal@gmail.com
Home / મહેસાણા / મહેસાણામાં ૧ લાખ ૨ હજાર હેક્ટર જમીનમાં પાકને નુકસાનની ભીતિ

મહેસાણામાં ૧ લાખ ૨ હજાર હેક્ટર જમીનમાં પાકને નુકસાનની ભીતિ   03/08/2018

મહેસાણા જિલ્લામાં મેઘરાજા રિસાયા છે અને આ વખતની ચોમાસાની સીઝનમાં સરેરાશ અત્યાર સુધી ૨૦ ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતો અત્યારે પરેશાન છે. કારણ કે જિલ્લાની ૧ લાખ ૨ હજાર હેકટર જમીનમાં પાકને નુકશાનની ભીતિ છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી ફારસ સાબિત થઈ છે. જેમાં મહેસાણા જિલ્લાના ખરીફ વાવેતર ઉપર વરસાદની હાથ તાળીથી સંકટ મંડરાયું છે.
મહેસાણા જિલ્લા પર મેઘરાજા જાણે કે રિસાયા હોય તેમ પોતાની મેઘમહેર ના કરતા ૨૯ વર્ષના ચોમાસાની સીઝનની સરખામણીમાં આ વખતે જિલ્લામાં ૨૦ ટકા જેટલો નહિવત વરસાદ પડતા સમગ્ર જિલ્લાવાસીઓ અને એમાંય ખેડૂતો ભારે ચિંતિત બન્યા છે. કેમ કે આગામી અઠવાડિયામાં જિલ્લામાં વરસાદ નહીં પડે તો વાવેતર થયેલ ખરીફ પાકોને મોટા પ્રમાણમા નુકશાન થશે અને વાવણી થયેલ ખેડૂતોની મોલત મુરજાઈ જશે. આમ છેલ્લા ૨૯ વર્ષ બાદ આ વર્ષે જિલ્લામા ચોમાસુ નિષ્ફળ જશે કે કેમ તેની ચિંતા સૌ કોઈને સતાવી રહી છે. અધૂરામા પૂરું જા આગામી અઠવાડિયામા વરસાદ નહીં વરશે તો જિલ્લા ની ૧ લાખ ૨ હજાર હેકટર જમીનમા વાવેતર થયેલ કપાસ, કઠોળ, વરિયાળી, શાકભાજી અને ઘાસચારો સહિતને નુકશાન થવાની ભીતિ રહેલી છે. બીજી તરફ મેઘરાજાના રિસમણાથી સૌથી વધુ જિલ્લાનો ખેડૂત પોતાના ખેતરના પાકમાં નુકસાની આવશે તે બાબતને લઈ ચિંતિત બન્યો છે. સાથે અત્યારે હાલ ખેડૂતો મેઘરાજાની મહેર થાય તેવી મીટ માંડીને બેઠા છે.

Tags :