મારણ / ઉનામાં દીપડાએ વાછરડીનો અને ગીરગઢડાના ફાટસરમાં સિંહે ગાયનો શિકાર કરી મિજબાની માણી

ગુજરાત
ગુજરાત

ઉનાના પાંજરાપોળમાં દીપડીએ બચ્ચાને જન્મ આપ્યો 
 
ઉનાઃ ઉનાના રામનગર વિસ્તારમાં દીપડાનો આતંક યથાવત છે. ગત રાત્રે દીપડાએ વાછરડીનો શિકાર કરી મિજબાની માણી હતી. આ દ્રશ્યો લોકોએ મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કર્યો હતો. અહીં અવારનવાર દીપડા આવી ચડતા હોય લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ગીરગઢડાના ફાટસર ગામમાં સિંહે ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
 
દીપડીએ બચ્ચાને જન્મ આપ્યો
 
ઉનાના રામનગર ખારા વિસ્તારમાં આવેલી પાંજરાપોળમાં એક દીપડીએ બચ્ચાને જન્મ આપ્યો છે. છેલ્લા ઘણા સમયથી દીપડાઓ આતંક આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. ખેડૂતો પણ દીપડા આતંકને કારણે વાડી પાણી વાળવા માટે જઇ શકતા નથી

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.