બનાસકાંઠાના સરહદી વાવ પંથકમાં તીડનું આક્રમણ, હજારો હેક્ટર રવિ પાકનો સફાયો

ચાલુ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિ અને બે બે વખત કમોસમી વરસાદનો ભોગ બનેલા બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતોને વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે.આજે વાવ તાલુકાના આંતર રાજ્ય રાજસ્થાન સરહદે આવેલા વિસ્તારમાં તીડનું આક્રમણ થતાં ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી.રાજસ્થાન તરફથી એકાએક ધસી આવેલા તીડના ઝુંડે સરહદી વિસ્તારના હજારો હેક્ટર રવિ પાકનો પલભરમાં સફાયો કરી દીધો હતો.
 
વાવ તાલુકાના ઉત્તરમાં રાજસ્થાન સરહદે આવેલા દૈયપ, મીઠાવી ચારણ, મીઠાવી રાણા, સણવાલ, બરડવી, જોડીયાળી, તખતપુરા, માવસરી, ટડાવ, કુંભારડી સહિતના ગામોમાં તીડનું આક્રમણ થયું હોવાનું મીઠાવી રાણા ગામના સરપંચ પી.ડી.ગઢવી અને કુંભારડી ગામના સરપંચ રામભાઈ ડી.પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. બીજી તરફ આ અંગેની જાન થતા જીલ્લાના ખેતીવાડી વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.