સુરતના સોના -ચાંદી દુકાનમાં વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું, ફાયરિગ માં વેપારીનું મોત થયું હતું

સુરતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે, દિન દહાડે ફાયરિંગ અને છુરાબાજી સામાન્ય થતું જાય છે, જ્યાં આજે નવસારી બજાર ખાતે આવેલી પોલીસ ચોકીથી માત્ર 500 મીટરની દુર પર સોના-ચાંદીની દુકાનમાં વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વેપારીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ ઘટનામાં સીસીટીવી ફુટેજ પણ ચેક કરવામાં આવી રહી છે જેમાથી એક ફુટેજમાં બે વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની તપાસ હાલ પોલીસ કરી રહી છે, સંગ્રામપુરા વિસ્તારમાં આવેલી એક વ્યાજની દુકાન ચલાવતા ઇસમ પર ધોળે દિવસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. મૂળ ઉત્તર ગુજરાતના પાલનપુરના રહેવાસી મહેન્દ્ર શાહ ,પત્ની અને એક દીકરા સાથે સુરતમાં રહેતા હતા. નવસારી બજાર પોલીસ ચોકીની સામે મહેન્દ્રભાઈ સોના-ચાંદીની છેલ્લા 25 વર્ષથી દુકાન ચલાવતા હતા અને સોના-ચાંદીના દાગીના સામે વ્યાજે રૂપિયા પણ આપતા હતા. આજે મહેન્દ્રભાઈ દુકાનમાં બેઠા હતા. દરમિયાન બે ઈસમો બાઈક પર આવ્યા હતા. અને દુકાનમાં ઘૂસી ગયા હતા અને ત્યારબાદ મહેન્દ્રભાઈ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં મહેન્દ્ર ભાઈનું મોત નિપજ્યું હતું. પરિવારને સમગ્ર ઘટનાની જાણ થતાં દુકાન પર દોડી આવ્યા હતા અને પરિવારનું દુઃખ જોતા લોકોની આંખમાં પણ અંશુ આવી ગયા હતા, હાલ તો આરોપીઓને પકડવા માટે પોલીસે સીસીટીવીની મદદ મેળવી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

ફાયરિંગની ઘટનાની જાણ થતા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને એક ગોળી પણ કબજે કરી હતી અને એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, Sogની અલગ અલગ ટીમો કામે લાગી છે. જોકે આ ઘટનામાં દુકાનમાં રહેલા દાગીના કે રૂપિયાની લૂંટ કરવામાં ન આવતા હત્યા પાછળ નું કારણ હાલ અંકબંધ છે.

• Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.