02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / રોડ ચેકીંગ દરમ્યાન ત્રણ વાહનોના રજીસ્ટ્રેશન તથા ડ્રાઈવીંગ લાઈસન્સ સસ્પેન્ડ કરાયા

રોડ ચેકીંગ દરમ્યાન ત્રણ વાહનોના રજીસ્ટ્રેશન તથા ડ્રાઈવીંગ લાઈસન્સ સસ્પેન્ડ કરાયા   15/06/2019

પાટણ : માલવાહક વાહનોમાં પેસેન્જરને મુસાફરી કરાવતા વાહનચાલકોની હવે ખેર નથી. પાટણ જિલ્લાની સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરી દ્વારા છેલ્લા રોડ ચેકીંગ હાથ ધરાયા બાદ માલવાહક વાહનોમાં મુસાફરી કરાવતા વધુ ને વધુ કિસ્સા પ્રકાશમાં આવતા વાહનોના રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
માલ-સામાનની હેર-ફેર માટે વપરાતા ભારે વાહનોમાં વધુને વધુ પેસેન્જર્સ ભરી સસ્તા ભાડામાં મુસાફરી કરાવાતી હોય છે. આવા ભારે વાહનોમાં મુસાફરીથી લોકોની સલામતી જોખમાય છે અને અકસ્માત નડે ત્યારે મોટી સંખ્યામાં જાનહાની થાય છે. આ સમસ્યાને નિવારવા એ.આર.ટી.ઓ દ્વારા ત્રણ દિવસથી હાથ ધરવામાં આવેલા વાહન ચેકીંગ દરમ્યાન ત્રણ વાહનોના રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ત્રણ વાહન ચાલકોના ડ્રાઈવીંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો આ વાહનો કે વાહન ચાલકો ફરી આવા પ્રકારના ગુનામાં પકડાશે તો વાહનનું રજીસ્ટ્રેશન તથા વાહન ચાલકનું ડ્રાઈવીંગ લાઈસન્સ કાયમી ધોરણે રદ્દ કરવામાં આવશે. રોડ પર વાહન ચેકીંગની આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે. જિલ્લાના તમામ લોકોને પોતાની તથા પરીવારજનોની સલામતી ન જોખમાય તથા જાનહાની ન થાય તે માટે આવા માલવાહક વાહનોમાં મુસાફરી ન કરવા તથા વાહન માલિકોને માલવાહક વાહનમાં મુસાફરો ન ભરવા એ.આર.ટી. આ જે.એસ. ઝાલા દ્વારા અપીલ કરવામાં આવી છે.

Tags :