હાલોલ નજીક કાર અકસ્માતમાં 7 બાળકોના મોત, સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ

હાલોલઃ હાલોલ-બોડેલી રોડ પર ભાટ ગામના વળાંક પર કાર નાળામાં ખાબકતા એક જ પરિવારના સાત બાળકોના મોત નીપજ્યા છે. મધરાતે સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
 
હાલોલ-બોડેલી રોડ પર શિવરાજપુર નજીક ભાટ ગામના પાટીયા પાસે રાત્રે પોણા બાર વાગ્યે કારનું ટાયર નીકળી ગયું હતું. જેથી કાર ગ્રીલ વગરના નાળામાં ખાબકી હતી. કાર નાળામાં ખાબકતા જ આસપાસ રહેતા લોકો બચાવ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ત્રણ લોકોને બચાવી લીધા હતા. પરંતુ કારમાં બેઠેલા બોડેલીના ખત્રી પરિવારના સાત બાળકોના મોત નીપજ્યા હતા. નાળામાં પાણી હોવાથી લોકોને રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી પડી હતી.
 
ગત વર્ષે પણ પાવીજેતપુરના બાઇક સવાર ત્રણ યુવાનોના આ નાળામાં જ મોત થયા હતા. તંત્રની બેદરકારીને કારણે આજે અકસ્માતની વધુ એક ઘટના બની હતી. જેમાં સાત બાળકોના મોત નીપજ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.