"તું સારી નથી અને ગાંડી છે તારા બાપના ઘરેથી દહેજમાં કઈ લાવેલ નથી"

બનાસકાંઠા જીલ્લામાં પરણિત મહિલાઓને દહેજ માંગવા તેમજ અન્ય કારણોસર સાસરિયા પક્ષ દ્રારા શારીરિક માનસીક ત્રાસ આપવાની બાબતોને લઈને ફરિયાદોમાં નોધપાત્ર વધારો થતો જ્યાં છે જયારે તાજેતરમાં દાંતીવાડા તાલુકાનાં માળીવાસની ૨૬ વર્ષીય પરણીતાનાં લગ્ન ચાર વર્ષ અગાઉ નવીનભાઈ ગણેશાજી મળી સાથે થયા હતા અને અમુક સમય સુધી તેઓનું સુખી સંસાર ચાલી રહ્યો હતો અને તે દરમિયાન તેઓને એક દીકરીનો પણ જન્મ થયો હતો અને તે દીકરીનું ચાર માસ બાદ બીમારીના કારણે મોત થયું હતું.
 
ત્યાર બાદ જયારે તેમના લગના તેમના ભાઈનાં સાટા કરેલ હોઈ જેથી તેમની અઢી વર્ષની બોલી પ્રમાણે ફરિયાદી મહિલાનાં ભાઈની પત્ની તે તેણીનાં સાસરિયા સાસરે ન મોકલતા હતા અને આ પરણિત મહિલાને તું સારી નથી અને ગાંડી છે.તારા બાપના ઘરેથી દહેજમાં કઈ લાવેલ નથી તેવા મહેણાં ટાણા મારતા હતા અને સાસરીયા વાળા માનસિક શારીરિક ત્રાસ આપતા હતા.તેથી ફરિયાદી મહિલા તેના પિતાના ઘરે આવી તેના પરિવારજનમાં આ બાબતે વાત કરતા પરિવારજનોએ દીકરીનું ઘરસંસાર ન ભાંગે તે માટે સમાજના લોકોને સાથે રાખી સમજાવી સમાધાન કરી ફરી તેણીને સાસરીયે મોકલી હતી ત્યારે બીજી વખત પરણીતા ૭ માસની ગર્ભવતી હતી ત્યારે ફરી સાસરિયાંઓએ માનશીક શારીરિક ત્રાસ આપતા હતા જયારે પરણીતા ફરી તેના પિતાના ઘરે આવી ગયેલ અને તેમના પરિવારને આ બાબતની વાત કરેલ ત્યારે દીકરીને સમજવી સમાજના અગ્રણીઓને સાથે સાસરિયા વાળા સાથે સમાધાન કરેલ પણ સાસરિયા પક્ષના લોકો માનેલ નહિ.પરંતુ જયારે પરણીતાના જેઠનું મરણ થતા પરણીતાને તેના પિતાએ તેના સાસરીયે મુકેલ અને તે દરમિયાન તેઓને એક દીકરાનો જન્મ થયો હતો અને તે દોઢ વર્ષનો થઇ ગયેલ પણ સાસરિયા પક્ષનાં લોકો પરણીતાને સારીરિક માનશીક ત્રાસ આપતા હતા પંદરેક દિવસ અગાઉ જ તેમનો દોઢ વર્ષનો દીકરો પણ લઇ લીધેલો અને ત્યારે પરણીતા ફરી એક વાર ગર્ભવતી હતી ત્યારે તેણીની જેઠાણી તેમજ સસરના કહેવાથી પરણીતાને માર મારી માથાના ભાગે ધોકો મારેલ શારીરિક ત્રાસ આપતા હતા ત્યારે પરણીતાએ વારંવાર સાસરિયા પક્ષ દ્વારા શારીરિક માનશીક ત્રાસ ગુજરાત હતા અને ત્યારે તે પરણિત મહિલા ગર્ભવતી હોઈ તેને જોખમ હોઈ તેના પરિવારને તમામ હકીકતની જાણ કરેલ થોડા દિવસ અગાઉ પાલનપુર મહિલા પોલીસ મથકે તેમજ જીલ્લા પોલીસ મથેક અરજી આપેલ હતી જેને લઇ રવિવારે દાંતીવાડા પોલીસ મથેક પરણીતાના સાસરિયાંઓ વિરુધ ધોરણ સરની ફરિયાદ નોધાવી હતી. દાંતીવાડા પોલીસે સાસરીયા પક્ષના પતિ,સસરા તેમજ જેઠાણી વિરુધ આઈ.પી.સી. કલમ ૪૯૮અ,૩૨૩,૧૧૪ તેમજ જી.પી.એ.કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
 
સાસરિયા પક્ષનાં લોકોના નામ
૧.નવીનકુમાર ગણેશાજી માળી - જે પરણીતાનાં - પતિ
૨.ગણેશાજી જગાજી માળી - જે પરણીતાનાં સસરા
૩.રમીલાબેન ઉત્તમજી માળી જે - પરણીતાની જેઠાણી
તમામ રહે માળીવાસ,તા.દાંતીવાડા,જી.બનાસકાંઠા
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.