ભારતે વેસ્ટઈન્ડિઝને હરાવીને 3-1થી સિરીઝ પર વિજય મેળવ્યો

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલ વેસ્ટ ઈન્ડિઝે 47 રને 3 વિકેટ ગુમાવી દીધી હતી. વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી. અને ટીમે પહેલી જ ઓવરમાં કીરેન પોવેલની વિકેટ ગુમાલી દીધી. કીરેન પોવેલ ભુવનેશ્વર કુમારના બોલ પર મહેન્દ્ર સિંહ ધોનીને પોતાનો કેચ થમાવી બેસ્યો હતો. તે પછી બેટિંગ કરવા ઉતરેલ શાઈ હોપને જસપ્રીત બુમરાહે ખાતુ ખોલવાની તક પણ આપી નહતી અને બીજી જ ઓવરમાં ક્લિન બોલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. માર્લસ સૈમ્યુઅલે થોડા સમય સુધી ટીમને સંભાળવાની કોશિષ કરી, પરંતુ તેઓ 24 રન બનાવીને એક ખરાબ શોર્ટ રમી બેસ્યો હતો. માર્લન સેમ્યુઅલને રવિન્દ્ર જાડેજાએ 24 રન બનાવીને આઉટ કર્યો હતો. અને આમ આખી વેસ્ટઈન્ડિઝ ટીમ 104 રને ઓલ આઉટ થયી ગયી હતી. અને ભારતે 1 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.