02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / અમદાવાદમાં રાજપૂતોનુ શક્તિપ્રદર્શન સંમેલન યોજાશે

અમદાવાદમાં રાજપૂતોનુ શક્તિપ્રદર્શન સંમેલન યોજાશે   08/09/2019

ગુજરાતમાં રહેતા રાજપૂત સમાજને એકત્ર કરવા માટે અમદાવાદમાં એક મહાસંમેલન યોજવા જઇ રહ્યું છે. આ સંમેલનમાં જે રાજપૂતોએ જે તે સમયે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો તેવા રાજપૂત અને હાલ એવાં રાજપૂત પરિવાર જેઓ એક બે રિવાજ છોડીને મુસ્લિમ અને હિંદુ ધર્મની પરંપરાને વરેલા છે તેવા રાજપૂતોને એકત્ર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં RSSના મહત્વના વ્યક્તિઓ હાજર રહેવાના છે. ગુજરાતમાં ઇસ્લામ અંગીકાર કરેલા 8 લાખ રાજપૂત પરિવાર હોવાની વિગતો પણ સામે આવી છે. આ પ્રસંગે 8 સ્ટેટના રાજવીઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે, જેમણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો .તેમાંથી 2 સ્ટેટના રાજવી આ પ્રસંગે હાજર રહેવાના છે. રાજ્યના તમામ રાજપૂત સમાજને એક કરીને રાજપૂત સમાજ માટે કાર્ય કરવા માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
 
આ અંગે રાજપૂત સંમેલન સમિતીના સભ્ય નરેન્દ્રસિંહ સિસોદિયાએ જણાવ્યુ હતુ કે, 15મીએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાજપૂત એકતા માટેનો કાર્યક્રમ યોજાવાનો છે. રાજપૂતોએ દેશ માટે યોગદાન આપ્યું છે અને હવે તેઓ એક થાય અને પોતાના તેમજ દેશ માટે કોઇ કાર્ય કરીને આગળ વધવા પ્રયાસ કરે તે માટે આ સંમેલન યોજવાનો ઉદ્દેશ્ય છે. આ કાર્યક્રમમાં RSSના અગ્રણીઓ હાજર રહેશે, અને 8 સ્ટેટના રાજવીઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે. તેમજ અમે એવાં રાજપૂત રાજવીઓને પણ આમંત્રણ પાઠવ્યું છે કે જેમણે જે તે સમયે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. ગુજરાતમાં મોરે સલામ ગરાસિયા જેમાંથી કેટલાક પરિવારો આજે લગ્ન અને દફનવિધી સિવાય મોટા ભાગના રિવાજ હિંદુ એટલે કે રાજપૂત પરંપરા પ્રમાણે કરે છે તેવા પણ લોકો હાજર રહેવાના છે.
 
મુગલોના શાસન સમયે દેશમાં મોટા પાયે ધર્માંતરણની પ્રવૃત્તિને વેગ મળ્યો હતો. આ દરમિયાન અનેક રાજપૂત પરિવારોએ ઇસ્લામ ધર્મનો અંગીકાર કરી લીધો હતો. સાથે-સાથે આ રાજપૂતો પોતાની હિન્દૂ પૂજા પદ્ધતિ પણ જાળવી રાખવી હતી. ત્યારે સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ પ્રાંત સમિતિ દ્વારા ઇસ્લામની સાથે હિન્દૂ ધર્મ અને રીતિ રિવાજોમાં આસ્થા ધરાવનાર રાજપૂતોનો સર્વે હાથ ધર્યો હતો. ગુજરાતમાં 450 જેટલા ગામોમાં 8 લાખથી વધુ રાજપૂતો વસતા હોવાનું બહાર આવ્યું હતું. સઘન ચર્ચા વિચારણાના અંતે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 15 સપ્ટેમ્બરના રોજ રાજપૂત એકતા સંમેલન યોજીને રાજપૂતો મોટું શક્તિ પ્રદર્શન કરશે. આ સંમેલનમાં યુવરાજ સાહેબ કેસરી દેવસિંહજી, મહારાણા હર્ષવર્ધનસિંહજી, યુવરાજ રિદ્ધિરાજસિંહ, યુવરાજ યોગીરાસિંહજી, ગોપાલસિંહ વાઘેલા, સમરવિજયસિંહજી, માનસિંહ વાઘેલા, જયશિવસિંહ વાઘેલા સહિત અનેક રાજવી પરિવારો ઉપસ્થિત રહેશે.

Tags :