ડીસા માર્કેટયાર્ડમાં ચાર દિવસમાં મગફળીની ૧૧૬૬૯૮ બોરીની આવક

ડીસા : બનાસ્કાંઠા જિલ્લાના ડીસા પંથકમાં ચાલુ વર્ષે મગફળીનું સારું ઉત્પાદન થયું છે.જેને લઈ ડીસા માર્કેટયાર્ડ મગફળીની આવકથી ઉભરાઈ ઉઠ્‌યું છે.જોકે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી લેવાની જાહેરાત કરવા છતાં શિયાળુ વાવેતર સહિત આર્થિક ભીડના કારણે ખેડૂતો  ખુલ્લા બજારમાં ૮૦૦થી ૯૭૦ રૂ.મણના ભાવે મગફળી વેચવા મજબૂર  બન્યા છે.પરંતુ સતત આવકોથી ડીસા માર્કેટયાર્ડમાં મગફળીના ઢગ ખડકાઈ જવા પામ્યા છે 
સમગ્ર ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતા ડીસા માર્કેટયાર્ડમાં વિવિધ ખેત પેદાશોની હરાજી દ્વારા ખરીદી થાય છે ખેડૂતોને તેમના પાકના પોષણ ક્ષમ ભાવો મળી રહે તે રીતે પારદર્શક  વહીવટ થાય છે.ડીસા માર્કેટયાર્ડમાં વિવિધ પાક જેવા કે ઘઉં, બાજરી,મકાઈ, એરંડા,રાયડો સહિત વિવિધ કઠોળ ઉપરાંત મગફળીની પણ મોટા પ્રમાણમાં હરાજી થાય છેં.ચાલુ સાલે ડીસા તાલુકામાં વરસાદ પણ પૂરતો પડતા મગફળીનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થયું છે અને પાક તૈયાર થઈ જતા તેના વેચાણ માટે ખેડૂતો ડીસા માર્કેટયાર્ડ ખાતે આવી રહ્યાં છે.જોકે હાલમાં દિવાળી વેકેશન બાદ પાંચમના રોજ માર્કેટ ખુલતા છેલ્લા પાંચ દિવસમાં મગફળીની બમ્પર આવકો થવા પામી હતી અને સોમવારે મગફળીની ૩૮૦૦૦ બોરી  ઉપરાંત આવક થવા પામી હતી અને હરાજી દરમિયાન  પ્રતિ ૨૦ કિલો ના ભાવ ૮૫૦  થી ૯૫૦ રહેવા પામ્યો હતો અને છેલ્લા ચાર દિવસમાં  માર્કેટયાર્ડમાં મગફળીની ૧૧૬૦૦૦ બોરીની આવક થવા પામી હતી.જોકે હાલમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાનું મોકૂફ રાખ્યું છે તેથી માત્ર બે ખેડૂત મગફળી વેચવા આવ્યા હતા અને માત્ર ૪૩ બોરીની ખરીદી થવા પામી હતી.સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાયા હોવા છતાં ગત વર્ષના કડવા અનુભવને લઈ ખેડૂતોમાં ભારે ઉદાસીનતા જોવા મળી હતી.તેથી જરૂરિયાતના કારણે ખુલ્લા બજારમાં ભાવ ઓછા હોવા છતાં ખેડૂતો મોટા પ્રમાણમાં મગફળી વેચી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.