ડીસા ખાતે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે વિરાટ ધર્મસભા યોજાઈ

ડીસાના હવાઈ પીલ્લર મેદાન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે વિરાટ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં સંતો મહંતો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
 
રામ મંદિરના મુદ્દે કેટલી એ સરકાર બની ગઈ પરંતુ હજી સુધી રામ મંદિર બન્યું નથી. રાજકીય લોકો ને ખબર છે ભગવા ઝંડા ની વાત તેઓ ટાળી નથી શકતા હવે તો અમારી મર્યાદા આવે છે ઉત્તર પ્રદેશના એક સાધુ બોલ્યા હતા કે અમારા હાથમાં નથી નહીં તો રામ મંદિર નિર્માણ માટે 36 કલાક પણ ના થવા દઈએ તેમ ડીસાના હવાઈ પીલ્લર મેદાન ખાતે યોજાયેલ રામ મંદિરના નિર્માણ માટે યોજાયેલ વિરાટ ધર્મ સભામાં સંત નિજાનંદજી મહારાજે જણાવ્યું હતું. વિશેષમાં તેઓએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે દિલ્હીના દરબારમાં પહેલાં પણ મુજરા થતા હતા અને આજે પણ એ જ થાય છે. 2019  સરકારની  ડેડલાઇન છે જો સરકાર નહીં જાગે તો  ભગવાધારીઓ જાગશે. ઉપરાંત રામ મંદિર ના નિર્માણ ના મુદ્દાને રાજકીય મુદ્દો ન બનાવી જલદી રામ મંદિર બનાવવામાં આવે તેવી હાકલ કરી હતી ઉપરાંત સંત દયાલ પુરીજી મહારાજે જણાવ્યું હતું કે રાજનીતિ ની ખીચડી પકાવવા આ બધું થઈ રહ્યું છે કેન્દ્રમાં સંઘના માણસો બેઠા છે તેમ છતા રામ મંદિરનું નિર્માણ કેમ નથી થઈ રહ્યું જો રામ મંદિર નિર્માણ ન થાય તો 2019 માં ચૂંટણી મા વોટ ના આપી બહિષ્કાર કરો. અમે એક જ અપેક્ષા રાખીએ છીએ કે હિન્દુ સંસ્કૃતિનું જતન થાય અને રામ મંદિરનું નિર્માણ થાય ઉપરાંત રાજપુર મઠ ના મહંત નિર્મલ પુરીજી મહારાજે જણાવ્યું હતું કે સવાસો કરોડની જનતા છત નીચે બેઠા છે અને રામ તંબુમાં બેઠા છે આપણા શાસ્ત્રોમાં રામચરિતમાનસમાં ભગવાન શ્રીરામના પુરાવા છે તેમ છતાં આપણે કોર્ટમાં પુરાવા આપવા પડે તે દુર્ભાગ્યની વાત છે. જલ્દી રામ મંદિરનું નિર્માણ થાય તે અર્થે હાકલ કરવામાં આવી હતી ડીસા હવાઈ પીલ્લર મેદાન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે યોજાયેલી વિરાટ ધર્મસભામાં વિશાળ સંખ્યામાં સંતો મહંતો અને આગેવાનો સહિત રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં તમામ સંતોએ હિન્દુઓએ એક થઈ રામ મંદિરનું નિર્માણ થાય તે અર્થે હાકલ કરી હતી કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.