કચ્છ માં આ વર્ષે રણોત્સવ હોળી સુધી રંગ જમાવશે : નિર્ણય લેવાયો

ધોરડોના સફેદરણમાં જામેલો રણોત્સવ પર્યટકોના ધસારાને જોતા હવે ૧૨મી માર્ચ સુધી લંબાવાયો છે.જેથી ફાગણી પૂનમે પણ સહેલાણીઓ કચ્છની હોળીની રંગત માણી શકશે. રણોત્સવમાં અત્યારે ક્રિસમસ વેકેશનની રજા અને આવનારા વર્ષ ૨૦૨૦ને આવકારવા પ્રવાસીઓથી ટેન્ટસિટી બુકિંગ ફૂલ થઈ ગયું છે તેમ ટેન્ટસિટીના મેનેજર અમિત ગુપ્તાએ જણાવ્યું હતું.વધુમાં ગુપ્તાએ જણાવ્યું કે,ચાલુ વર્ષનો રણોત્સવ ૧૨મી માર્ચ સુધી લંબાવાયો છે જેથી દેશ વિદેશના પ્રવાસીઓ અહીંના ઉત્સવોથી પ્રભાવિત થશે અને સફેદ રણમાં હોળી-ધૂળેટીનું ખાસ આયોજન પણ કરવામાં આવશે. નોંધનીય છે કે, અગાઉ રણોત્સવની શરૂઆત થઇ ત્યારે ત્રણથી પાંચ દિવસનું આયોજન હતું પરંતુ લોકપ્રિયતા વધતા તેણે પ્રથમ એક મહિના અને બાદમાં બે માસનું આયોજન કરવામાં આવ્યું હતું.રણોત્સવમાં દેશભરના ડીજીપી કોન્ફરન્સ પણ વર્ષ ૨૦૧૫માં યોજાઇ ગઇ છે તો સમયાંતરે રાષ્ટ્રપતી, ઉપરાષ્ટ્રપતી પણ રણોત્સવની મુલાકાત લઇ ચુકયા છે. પોતાના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રણોત્સવમાં જ સરકારની ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું. તો ખુશ્બુ ગુજરાત કી હેઠળ રણોત્સવનો પણ પ્રચાર કરવામાં આવ્યો હતો જેથી રણોત્સવની લોકપ્રિયતા દિવસા દિવસ વધી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.