02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / નેસડી કોતરવાડા ગામે મંદિરમાંથી મૂર્તિની ચોરી કરનાર ઈસમ ઝડપાયો

નેસડી કોતરવાડા ગામે મંદિરમાંથી મૂર્તિની ચોરી કરનાર ઈસમ ઝડપાયો   29/07/2018

દિયોદર પોલીસ નં.એક મોટી સફળતા મળી છે. જેમાં થોડા સમય અગાઉ જેસડી કોતરવાડા ગામે ગોગા મહારાજની મૃર્તિની ચોરી કરનાર ઈસમને ગણતરીના કલાકોમાં  ઝડપી પાડ્યો છે.
પોલીસ સુત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના નેસડી (કોતરવાડા) ગામે થોડા સમય અગાઉ ગોગામહારાજના મંદિરમાંથી એક ચાંદીની મૂર્તિની ચોરી થઈ હતી જેમાં મંદિરના પુજારીએ દિયોદર પોલીસ મથકે ચોરીની ફરિયાદ આપી હતી અને શંકમદ ઈસમનું નામ આપ્યું હતુ જેમાં દિયોદર પી.એસ.આઈ પી.ડી. સોલંકી તથા ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં થરાદ તાલુકાના સેડલા ગામે રહેતો રમેશ હરજી ભરથરીને ઝડપી પાડ્યો હતો તેને પૂછપરછ દરમ્યાન મૃર્તની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. ઝડપાયેલ ચોર પહેલા ગામડાઓમાં †ી શૃગાંર વેચી ચોરી કરવા માટે રેકી કરતો હતો અને સમય દરમ્યાન ચોરીને અજામ આપતો હતો ઝડપાયેલ ચોર, ભાભર, વાવ, દિયોદરમાં અનેક ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવવા પામ્યું છે. જેમાં દિયોદર પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

Tags :