હાઇકોર્ટના જજોની નિમણૂક મામલે સરકાર ચિંતામાં: અડધા નામોમાં ગરબડ

નવી દિલ્હી તા. ૧૩ : દેશના ઉચ્ચ ન્યાયલયમાં જજોની નિમણૂકને લઈને સરકાર ચિંતિત છે. જે ૧૨૬ નામોની ભલામણ કરવામાં આવી છે, સરકાર તેની તપાસ કરી છે જેમાં અડધા નામો શંકાસ્પદ છે. કેન્દ્ર તરફથી ઓછામાં ઓછી આવક, પ્રામાણિકતા અને ક્ષમતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સરકારે ઈન્ટેલિજેન્સ બ્યુરોની મદદથી એ તમામ વકીલોની તપાસ કરી જેમના નામ જજ બનવાના લિસ્ટમાં છે. આ પછી સુપ્રીમ કોર્ટ કોલેજિયમને માહિતી આપવામાં આવી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કાયદા મંત્રાલયએ હાઈકોર્ટ કોલેજિયમ તરફથી મોકલેલા નામોની તપાસ કરવા માટે એક તંત્ર બનાવ્યું છે.

જે નામોનું લિસ્ટ તૈયાર કરાયું છે તેમાં ઓછામાં ઓછી વાર્ષિક આવક, તેમના દ્વારા લેવાયેલા નિર્ણયો, તેમની છબી, વ્યકિતગત અને ખાનગી કામોની તપાસ કરાય છે. હાઈકોર્ટમાં જજોની નિમણૂકને લઈને સરકારે કાયદા મંત્રાલયમાં પોતાની એક પદ્ઘતિ બનાવવામાં આવી છે જયાં નિમણૂક માટે આવેલા નામોના બેગ્રાઉન્ડની તપાસ કરાય છે. આ પછી મેમોરેન્ડમ ઓફ પ્રોસીઝર ( MoP )ને અંતિમ રુપ આપવામાં આવે છે.

સૂત્રોનું કહેવું છે કે ૩૦થી ૪૦ વકીલ ઉમેદવારો સરકારની નજરમાં હાઈકોર્ટ જજ બનવા યોગ્ય નથી. તેમાં ૫ વર્ષમાં વકીલની સરેરાશ વાર્ષિક આવક ૭ લાખ હોવી જોઈએ. તેમના પ્રદર્શનનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. મૂલ્યાંકન દરમિયાન ઉમેદવારો દ્વારા કરાયેલા ૧,૦૦૦-૧,૨૦૦ નિર્ણયોને જોવામાં આવ્યા. ઈન્ટેલિજન્સ બ્યુરોએ ઉમેદવારોના વ્યવસ્યા અને વ્યકિતગત જીવન વિશે પણ માહિતી એકઠી કરી. કેટલાક લોકો પરિવારવાદ અને પક્ષપાત સાથે જોડાયેલા છે. કેટલાક નજીકના લોકો સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટમાં જજ રહી ચૂકયા છે. એવા નામોની ભલામણ પર હાઈકોર્ટ પર પણ સવાલ ઉઠ્યા.

રિપોર્ટમાં જણાવાયું હતું કે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા સૂચિત કરાયેલા નામો પરિવારવાદને લઈને વાંધાજનક છે. કોર્ટ તરફથી મોકલાયેલા ૩૩ વકીલોના નામની તપાસ કરવા પર માલુમ પડ્યું કે તેમાંથી લગભગ અડધો ડઝન સુપ્રીમ કોર્ટના જજોના નજીકના સગા છે. એ વાત પણ સામે આવી કે જાતિ, ધર્મના આધારે ભલામણો કરાઈ છે. સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં રજૂઆત કરી કે જજોના નામ ફાઈનલ કરતા પહેલા આ બાબતો પર ગંભીરતાથી નજર કરવામાં આવે. આ પ્ંભ્ સુપ્રીમ કોર્ટમાં જુલાઈ ૨૦૧૭થી અટવાયેલા છે. સરકારે તેમાં કેટલાક બદલાવની ભલામણ કરી છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.