ખેડૂતનો પાક નિષ્ફળ જાય તો પણ વીમાની રકમ મળી શકે : ગ્રાહક સુરક્ષા

 
 
 
ડીસા
ભારત સરકાર દ્વારા દેશના ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અમલમાં મૂકાયેલી છે. આ યોજના હેઠળ વર્ષ ર૦૧૭ ની ખરીફ ફસલો માટે ગુજરાત રાજ્યના ૧,૪,૮પ, ૩૪૦ ખડૂતોનો પાક વીમો લીધેલ છે. વર્ષ ર૦૧૮માં પણ આ યોજના અમલમાં છે.
 પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે નિર્ધાિરત પ્રીમિયમની ચુકવણી કરવાની થાય અને પ્રીમિયમનો અમુક ભાગ સરકાર ચૂકવે છે. વીમો લીધા બાદ ખેડૂતનો પાક વીમા કવચથી સુરક્ષિત રહે છે. પ્રીમિયમ ભરવા માટે સરકાર દ્વારા વિવિધ બેન્કોને અધિકૃત કરાયેલ છે. ઉપરાંત ભારરત સરકારની ઉઉઉ. pદ્બકહ્વઅ.ર્ખ્તv.ૈહ ઉપરથી ખેડૂત વીમા પોલિસી લઈ શકે છે.
છેલ્લે કરાયેલ એક અભ્યાસ મુજબ મોટા ભાગના જે ખેડૂતોએ પાક ધિરાણ મેળવેલ છે. તેવા ખેડૂતોની કૃષિ વીમા પોલિસી બેન્ક દ્વારા લેવામાં આવેલ છે. અને પ્રીમિયમના લેવાના થતાં નાણાં પણ ખેડૂતો પાસેથી વસૂલ લેવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત વિમિત ખેડૂતના ખેતરમાં પૂર, આગ, દુષ્કાળ, જેવી તમામ કુદરતી અથવા પોતાની બેદરકારીથી ના સર્જાયેલ હોય તેવી હોનારતો સામે પાકની રકમનું વીમા કવચ મળે છે. જેથી વીમો લેનાર ખેડૂત ખાસ યાદ રાખી ગામના પાણી પત્રકે ખેતરમાં ઉગાડેલ પાકની નોંધણી અનિવાર્ય રીતે કરાવી લેવી જાઈએ.
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં આ વખતે પૂરતા પ્રમાણમાં વરસાદ નથવાના અથવા તો વધુ વરસાદ થવાના કારણે પાક નિષ્ફળ ગયેલ છે. ખાસ કરીને બનાસકાંઠામાં અનાવૃષ્ટિનો માહોલ છે. જેનાથી દરેક ખેડૂત હેરાન પરેશાન છે. જ જા અપનો પાક પણ અનાવૃષ્ટિ (દુષ્કાળ) કે અતિવૃષ્ટિ જેવા કારણોસર નિષ્ફળ ગયેલ હોય તો આપ વીમા ક્લેઈમ મૂકીને વીમાનો લાભ મેળવી શકો છો.
વીમા ક્લેઈમનો લાભ મેળવવા માટે આપે જે તે વીમા કંપની તેમજ બેન્કને ૪૮ કલાકમાં જાણ કરવાની રહે છે. યાદ રાખો બેન્કને તેમજ વીમા કંપનીને જાણ લેખીતમાં કરો. ત્યારબાદ વીમા કંપનીના સર્વેયર રૂબર આપના પાકનો સર્વે કરવા આવે ત્યારે સર્વે રિપોર્ટની એક નકલ સર્વેયર પાસેથી અવશ્ય માંગો. આ ઉપરાંત ગ્રામ સેવક, સરપંચ અને ત.ક.મંત્રી પાસેથી પાક નિષ્ફળ ગયા અંગેના કારણો સહિત પંચનામું કરાવી વીમા કંપનીને મોકલી શકાય.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.