02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / બનાસકાંઠા જિલ્લો વાયરલજન્ય બિમારીઓના ભરડામાં

બનાસકાંઠા જિલ્લો વાયરલજન્ય બિમારીઓના ભરડામાં   31/07/2018

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ છવાયેલો છે પરંતુ વરસાદ થતો નથી. ઉલટાનું વાયરલજન્ય બિમારીઓ વધી પડતા સરકારી અને ખાનગી દવાખાના દર્દીઓથી ઉભરાઈ ઉઠ્યા છે. 
ગત જુલાઈ- ર૦૧૭ માં જિલ્લામાં અતિભારે વરસાદ ખાબક્યો હતો પરંતુ આ વખતે નહીવત વરસાદ થયો છે. જુલાઈ મહિનો પૂર્ણ થવાના આરે છે પરંતુ છવાયેલ વરસાદી માહોલ વચ્ચે વરસાદ થતો નથી.  ઉલટાનું છેલ્લા ઘણા સમયથી આકાશમાં વાદળા ગોરંભાયેલા છે. કાળા ડીબાંગ વાદળોના કારણે વરસાદ તુટી પડશે તેમ લાગે છે પરંતુ પવન ફુંકાવા સાથે વાદળાં વિખેરાઈ જાય છે. સતત વાદળછાયા વાતા વરણના કારણે ઊલટાનું વાયરલ અને પાણીજન્ય બિમારીઓ વધી પડી છે. શરદી, તાવ, ઉલટી જેવી બિમારીઓનો ઉપદ્રવ વધી પડતા ઘેર- ઘેર બિમારીના ખાટલા મંડાયા છે. જેને લઈ સરકારી અને ખાનગી દવાખાના દર્દીઓથી ઊભરાઈ ઉઠ્યા છે.  
અષાઢી પૂનમ વિતવા સાથે વ્રત- તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. તેમ છતાં મેઘરાજા મન મુકીને વરસતા નથી. જેથી બફારો અને ઉકળાટનું સામ્રાજ્ય યથાવત રહેવા પામ્યું છે. વરસાદ ન થતા ખેતી પાકો ઉપર પણ ખતરો મંડરાયો છે. જેથી જનજીવન પ્રભાવિત થઈ          ઉઠ્યું છે. 

Tags :