ડીસાના શો-રૂમનાં તાળાં તુટયાં

ડીસાના જુના બસ સ્ટેશન પાસે આવેલ એક કપડાના શો રૂમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મંગળવારે મોડી રાત્રે ત્રણ જેટલા તસ્કરોએ રોકડ અને બ્રાન્ડેડ કપડાંની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જોકે બુધવારે શોરૂમ માલિકને આ બાબતની જાણ થતાં પોલીસને જાણ કરી હતી જેથી એલ.સી.બી તથા ડી.વાય.એસ.પી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસનો દોર આરંભી હતો.
વેપારી મથક ડીસામાં ચોરી સ્નેચિંગ લૂંટ સહિત અને ઘટનાઓમાં દિન-પ્રતિદિન વધારો થયો છે ડીસા ખાતે મંગળવારે એક વિદ્યાર્થીને બુકાનીધારીઓ દ્વારા પાંચ લાખ રૂપિયાની માંગ કરી જાનથી 
મારી નાખવાની ધમકી આપ્યાના સનસનીખેજ ઘટનાની શાહી સુકાઈ નથી તે પૂર્વે ડીસા શહેરમાં એક શો રૂમમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવતા પંથકમાં હડકંપ મચ્યો છે. ડીસાના જુના બસ સ્ટેશન પાસે આવેલ લિવરપૂલ કપડાના શોરૂમમાં મંગળવારની મોડી રાત્રે ત્રણથી વધુ તસ્કરો ત્રાટકયા હતા. ત્રીજા માળનો દરવાજો તોડી તસ્કરો પ્રવેશી બ્રાન્ડેડ કપડાં તથા રોકડ ચોરી પલાયન થઈ ગયા હતા જોકે વહેલી સવારે ચોરી થઇ હોવાનું માલુમ પડતાં શોરૂમ માલિકે પોલીસને જાણ કરી હતી. જેથી એલસીબી પોલીસ સાથે ડીવાયએસપી તેમજ ઉત્તર પોલીસ મથકનો સ્ટાફ તત્કાલ ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.