પ્રજાસત્તાકદિનની ઉજવણીમાં સ્ટંટ દરમિયાન અકસ્માતના ઇજાગ્રસ્તોની મુલાકાત લેતા મુખ્યમંત્રી

પાલનપુરમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન અકસ્માત થયો હતો. બાઈક સ્ટંટ દરમિયાન બાઈક સ્લીપ થતા બાઈક સવાર મહિલા પોલીસકર્મી પટકાઈ હતી. જયારે બાઈક પ્રેક્ષકોમાં ઘુસી ગઈ હતી. જેને પગલે  સ્ટંટ કરતી મહિલા પોલીસકર્મી સહિત 8 લોકોને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત બાળકો અને મહિલા પોલીસકર્મીને તાકીદે સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાના કાફલા સાથે પાલનપુર સિવિલમાં આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. ખુદ મુખ્યમંત્રીએ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછીને માનવતાની મહેક ફેલાવી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.