અંબાજીમાં આંતકવાદી હુમલાનો વીડિયો વાયરલ કરનાર સામે પોલીસ કાર્યવાહીની ચીમકી

યાત્રાધામ અંબાજીમાં ગત માર્ચ માસમાં ચુંટણી પુર્વે પોલીસ દ્વારા કરાયેલી એક આંતકવાદની મોકડ્રીલને કેટલાક શખ્સો દ્વારા સોશિયલ મીડીયામાં વાયરલ કરાતા પોલીસ દ્વિધામાં મૂકાઇ છે.એક તરફ દેશમાં આંતકવાદનો ડોળો છે ને બીજી તરફ અંબાજીમાં ટૂંક જ સમયમાં  ભાદરવી પૂનમનો મેળો ભરાનાર છે.જેમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી આવતા હોય છે ને આવા સમયે અગાઉ થયેલી મોકડ્રીલને સાચો આંતકવાદી હુમલો થયો હોય તેવા સમાચારો વાયરલ કરવામાં આવ્યા હતા. જેને લઇ પોલીસ હરકતમાં આવી છે ને આ મોકડ્રીલને કોઈ સાચો આંતકવાદી હુમલો ન સમજવા વિનંતી કરી છે તેમજ સમય વીતી ગયા બાદ આવા વીડિયો વાયરલ કરી લોકોમાં ગેરસમજ ઊભી કરવા અને ભયનો માહોલ ફેલાવા બાબતે વિડિયો અને વાયરલ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે તેમ અંબાજી પોલીસ ઈન્સ્પેકટર કે. એસ.ચૌધરી જણાવી રહ્યા છે ને આવી ભ્રામક વાતોથી દૂર રહેવા અપીલ પણ કરી છે. જો કોઈ હજી પણ આવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાશે તો પોલીસ તેની સામે સખત કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.