બોટાદ પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માતઃ આગ લાગતા 2 યુવાનોના ઘટનાસ્થળે મોત

ગઢડાના ટાટમ ગામ પાસે કાર અને દુધની મીની ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો જેમાં બે યુવાનોના ઘટનાસ્થળે મોત નીપજ્ચા છે. તેમજ અન્ય બેને ગંભીર ઈજા પહોંચી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં મૃતક બંને યુવાન બોટાદમા હોવાનું જાણવા મળ્યું છે.
 
મળતી માહિતી પ્રમાણે બોટાદથી ગઢડા જતી કાર અને દુધની મીની ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા કારમાં આગ લાગી હતી. આ દરમિયાન કારમાં સવાર બે યુવાનોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કારમાં આગ લાગવાથી પોલીસ અને ફાયર ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. અને કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.