02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / હિમાચલ પ્રદેશમા મોદીની રેલીમાં જતી સ્કૂલ બસ ખાઈમાં પડતા 35 બાળકોને ઇજા

હિમાચલ પ્રદેશમા મોદીની રેલીમાં જતી સ્કૂલ બસ ખાઈમાં પડતા 35 બાળકોને ઇજા   27/12/2018

હિમાચલ પ્રદેશમા મોદીની રેલીમાં જતી સ્કૂલ બસ ખાઈમાં પડતા 35 બાળકોને  ઇજા 
 
 
હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં થઈ રહેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં જતી એક સ્કૂલ બસનો એક્સિડન્ટ થયો છે. આ સ્કૂલ બસ ખાઈમાં પડી જવાના કારણે 35 બાળકો ઘાયલ થયા છે. તેમાં 5 બાળકોની સ્થિતિ ગંભીર માનવામાં આવે છે. કોમ્પ્યૂટર સેન્ટરના દરેક બાળકો ધર્મશાલામાં થતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે એક વર્ષ પુરુ થતાં આ રેલીનું આયોજન કર્યું હતું.
 
ઘાયલ બાળકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકોને ટાંડા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ ઘટના અપ્પરલંજના સમલેટામાં થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નગરોટા સુરિયાના કોમ્પ્યૂટર સેન્ટરમાં સ્કિલ ડેવલપમેન્ટ સ્કૂલના આ બાળકો વડાપ્રધાનની રેલીમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. 32 સીટર આ પ્રાઈવેટ બસમાં કુલ 45 લોકો બેઠેલા છે. સ્થાનિક લોકોના સહયોગથી બધા બાળકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.
 
નોંધનીય છે કે, 27 ડિસેમ્બર 2017ના રોજ જ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે તેમના 11 મંત્રીઓ સાથે શપથ ગ્રહણ કર્યા હતા. તે સમયે કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ સામેલ થયા હતા.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી દેવામાં આવી છે. ધર્મશાલા અને કાંગડામાં થનારી પૈરાગ્લાઈડિંગ ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 68 વિધાનસભા સીટના હિમાચલ પ્રદેશમાં બીજેપીએ 44 સીટ પર બહુમતી સાથે જીત મેળવી છે.

Tags :