02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / સુરતના તક્ષશિલા ટ્યુશન ક્લાસમાં ભીષણ આગ લાગતા એક શિક્ષક સહિત ૧૨ના મોત, અનેક ઘાયલ

સુરતના તક્ષશિલા ટ્યુશન ક્લાસમાં ભીષણ આગ લાગતા એક શિક્ષક સહિત ૧૨ના મોત, અનેક ઘાયલ   24/05/2019

સુરત શહેરમાં આવેલ તક્ષશિલા કોમ્પલેક્સમાં અચાનક આગ ફાટી નીકળતા તેમાં ચાલતા ટ્યુશન ક્લાસના એક શિક્ષક સહિત ૧૨ ના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે કોમ્પલેક્સના બીજા માળે ચાલતા ટ્યુશન ક્લાસના બાળકોએ જીવ બચાવવા ચોથા માળેથી પડતું મુકતા મોતને ભેટ્યા હતા જાણવા મળતી માહિતી મુજબ ટ્યુશન ક્લાસમાં ૪૦ બાળકો હતા આ દુર્ઘટનામાં ફસાયેલા અન્ય બાળકોને બચાવી દવાખાને ખસેડેલ છે ફાયર બ્રિગેડની ૧૫ ગાડીઓ આગ બુઝાવવાની કોશિસ કરી રહી છે હજુ સુધી આગ નું કારણ જાણી શકાયું નથી કોમ્પલેક્સના આગળના ભાગે આગ લાગતાં અફડા તફડી મચી ગઈ હતી આગમાં ફસાયેલ બાળકોના શબ હજુ પણ કોમ્પલેક્સમાં હોવાની આશંકા છે.

 

Tags :