02744-220264, 222764       rakhewal@gmail.com
Home / મહેસાણા / ઉંઝા સહિત મહેસાણા જીલ્લામાં રેશનીંગમાં ઘઉં સડેલા નિકળતા હોબાળો

ઉંઝા સહિત મહેસાણા જીલ્લામાં રેશનીંગમાં ઘઉં સડેલા નિકળતા હોબાળો   07/11/2018

 
 
 
                            મહેસાણા જિલ્લામાં ઉંઝા સહિત કેટલાક તાલુકાઓમાં રેશનીંગ કાર્ડ ધારકોને દિવાળીના તહેવારોમાં જુના સડી ગયેલા અને પલળેલા ઝીણા ધૂળવાળા ઘઉંનો જથ્થો આપવામા આવતાં ભારે હોબાળા મચી ગયો છે, ખરાબી કવોલીટીવાળા ઘઉં આપીને સરકાર મધ્યમ વર્ગની જાણે મજાક કરતી હોય તેવો અહેસાસ લાભાર્થીઓમાં થતા દુકાનો પર ગ્રાહકો અને દુકાન સંચાલકો વચ્ચે ભારે બોલાચાલીના દૃશ્યો સાથે કાર્ડ ધારકોમાં નારાજગી છવાઈ ગઈ હતી.રાજ્ય સરકાર અત્યોદય, બી.પી.એલ સહિત ગરીબો માટે રાહત દરે દિવાળીના તહેવારોમાં બે રૂપિએ કિલોના ભાવે ઘઉંનો જથ્થો આપે છે. પરંતુ હાલમાં જિલ્લા કક્ષાએ એફ.સી.આઈ. ના ગોડાઉનમાંથી વિતરણ થયેલ ઘઉંનો જથ્થો વ્યાજબી ભાવની દુકાનો પર તોલવામાં આવતા ઘણો જાઈને ગ્રાહકોમાં હોબાળો મચી ગયો હતો. સદર ઘઉંનો જથ્થો પલળેલો-સડી ગયેલો અને ધૂળવાળો નિકળતાં દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે બોલાચાલી થઈ હતી.
જે બાબતે ફેર પ્રાઈસ શોપ એસો.ના પ્રમુખ અલ્પેશભાઈ શાહે જિલ્લા પુરવઠા અધિકારીને રજુઆત કરી હતી કે ઘઉંના વિતરણ સમયે માલની ચકાસણી થવી જરૂરી છે
બાદમાં જિલ્લા વિકાસ અધિકારીએ સઘન માલની તાત્કાલીક ચકાસણી કરી ખરાબ માલનું વિતરણ ન કરવા અને તેના બદલે નવો માલ ઈસ્યુ કરવાની ખાત્રી આપી હતી.
સરકારી ગોડાઉનોમાં સડેલા ખાદ્ય માલનીચકાસણી તેમજ સફાઈ કરવાની તાતી જરૂરી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.

Tags :