બનાસકાંઠા: બિનસચિવાલયની પરીક્ષા આપી ઘરે જતી યુવતીનું અકસ્માતમાં કરુણ મોત

આજે રાજયમાં બિન સચિવાલયવર્ગ-૩ની પરીક્ષા યોજાઈ જેમાં રાજયના આઠ લાખથી વધુ પરીક્ષાર્થીઓએ પોતાના અભરખા આ વખતે ચોકકસ પુરા થશે તેવા અરમાન સાથે પરીક્ષા આપી કાંકરેજ તાલુકાના થરા ખાતે ચાર પરીક્ષા કેન્દ્રો ખાતે જિલ્લાના જુદાજુદા વિસ્તારના ઊમેદવારો પરીક્ષા આપી બપોરે બે વાગ્યા બાદ પોતાના ઘરે જવા નિકળ્યા હતા તે પૈકી ખીમત ગામની 22 વર્ષે ની વિધાર્થીની માયાબેન સુથાર. થરા બિન સચિવાલયની પરીક્ષા આપી ઘરે તેના ભાઈ સાથે ઘરે ખીમત બાઇક પર જઈ રહી હતી. ત્યારે કાંકરેજ ના ચેખલા બસ સ્ટેશન પાસે બાઇક ને પાછળ કાળ મુખી કંટેનરટ્રકે ટક્કર મારતા માયાબહેન સુથાર તથા તેનો ભાઈ પટકાયા હતા જેને તાત્કાલીક શિહોરી સરકારી હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરી ગંભીર ઈજા જણાતાં વધુ સારવાર માટે પાટણ રીફેર કરાયા હતા પણ રસ્તામાં જ માયાબહેન સુથારનું પ્રાણપંખેરું ઉડી જતાં મોત  થતા મૃતદેહને પાછા શિહોરી સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે લાવ્યા. ટ્રક મૂકીને ડાઈવર ફરાર ટ્રક શિહોરી પોલીસ સ્ટેશનના હવાલે. શિહોરી પોલીસ અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.