કારગિલ યુદ્ધ લડી ચૂકેલા સૈનિકે બે પુત્રીની લેટ ફીનો ચેક આપ્યોતો આચાર્યે ફેંકી દીધો

ખેડા નજીક કેમ્પ રોડ પર આવેલી એક ખાનગી સ્કૂલમાં પોતાના બાળકની ફી ભરવા ગયેલા વાલીનો ચેક ફેંકી દઇ આચાર્ય જેવા એક જવાબદાર વ્યક્તિએ તુમાખીભર્યુ વર્તન કરતા શિક્ષણ આલમ માટે શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. ઇંગ્લીશ મીડિયમ એવી આ સ્કૂલના આચાર્યની આવી દાદાગીરીનો ભોગ બનનાર વાલી કારગીલનું યુધ્ધ લડી સન્માનિત થયેલા બહાદુર ફૌજી છે.
 
ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા રામસિંહ દેવીસિંહ મહિડાનું પરિવાર ખેડા નજીક આવેલા રઢુ ગામના ડોડીયા ફળિયામાં વસવાટ કરે છે. રામસિંહની બે દિકરીઓ ખેડા નજીક કેમ્પ રોડ પર આવેલા શાંતિ એશિયાટીક સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેઑ પોતાના બે બાળકોની ફી ભરવા માટે સ્કૂલ પર ગયા હતા. જ્યાં તેઓએ ચેક આપ્યા બાદ તેના પર લેઇટ તારીખ જોયા બાદ તેને ફેંકી દીધો હતો.
 
આવા વર્તનથી ડઘાઇ ગયેલા રામસિંહે આચાર્ય કમલેશ સિંહને રજૂઆત કરતા ન્યાય આપવાના બદલે કહ્યું હતું કે, મને લેખિતમાં બાંયધરી આપો કે હું ફી ભરી દઇશ. પોતાની સાથે આવા અપમાનજનક વ્યવહારથી આખરે રામસિંહ મહિડાએ નડિયાદ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી છે. જોકે, શિક્ષણાધિકારી તરફથી પણ કોઇ જવાબ મળ્યો ન હતો.
 
સ્કૂલ દ્વારા રામસિંહ મહિડાની પાસે ફીની માગણી કરવામાં આવી હતી, પરંતુ તેઓની પાસે હાલ ફી ન હોવાના કારણે સપ્ટેમ્બર માસમાં ભરી દેવાની વાત કરી હતી. આથી અમે તેઓને એક અરજી અથવા ચેક આપવાની વાત કરતા તેઓ ઉગ્ર થયા હતા, અને અમારી પર વિશ્વાસ નથી દેશ વિશ્વાસ કરે છે. જેમની સાથે આવો ઉધ્ધતાઇભર્યો વ્યવહાર કરાયો તે રામસિંહ મહિડાએ 1999ના કારગીલના યુધ્ધમાં દેશના દુશ્મનો સામે સામી છાતીએ ઝઝૂમ્યા હતા, જેઓનું આર્મીમાં સન્માન પણ કરાયું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.