02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણ ખાતે પ્રજ્ઞાપુરાણ કથા નિમિતે ભવ્ય કળશ યાત્રા

પાટણ ખાતે પ્રજ્ઞાપુરાણ કથા નિમિતે ભવ્ય કળશ યાત્રા   08/05/2019

પાટણ ગાયત્રી મંદિર પરિવાર, ઝીણીપોળ યુથ કલબ અને બળીયાપાડા પ્રાથના કેન્દ્ર ના સહીયોગ થી ચાર દિવસ આયોજિત કરવામાં આવેલ પ્રજ્ઞા પુરાણ કથામૃતમ કથાના પાવન પર્વ નિમિતે બુધવારે સવારે યજમાન અશ્વિનભાઈ વડીલાલ પટેલ પરિવારના ઘરે પોથી ની પૂજાવિધિ કરી કળશ યાત્રા રામજીમંદિર મંદિર ખાતેથી વાજતે

ગાજતે ભક્તિ સંગીતના સુરો સાથે નિકળી શહેરના ઝીણીપોળ ,ચાંચરિયા,દોશીવટ બજાર,રતનપોળ થઈ નીજ મંદિરે પરત ફરી હતી.કળશયાત્રા માં મોટીસંખ્યા માં ભાવિકભક્તો અને ગાયત્રી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.ઝીણીપોળ ચોક ખાતે આજથી શરૂ થયેલી આ કથાનું રસપાન અમદાવાદ ના ગીતાબેન પટેલે વ્યાસ પીઠ પરથી  કરાવ્યું હતું. પાટણ શહેરની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કથામૃતમ ના શ્રવણ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

Tags :