દક્ષિણ આફ્રિકામાં સ્થાઈ ધાનેરાના રામપુરાના યુવાનનો દોઢ વર્ષે છુટકારો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ  ધાનેરા : ધાનેરા તાલુકાના રામપુરા ગામના વસરામભાઈ નારણાભાઈ પટેલ વર્ષોથી આફ્રિકાના ધાના ખાતે સોનાની ખાણમાં વેપાર કરતા હતા જેમનો પુત્ર વિક્રમ પણ તેમની સાથે હતો તેઓએ બીજી ખાણ લેતાં ત્યાંની માફીયા ટોળકીએ તા.ર૩-૯-૧૮ ના રોજ  અપહરણ કર્યું હતું. જે બે દિવસ પહેલા બૂરકીના થી હેમખેમ મળી આવેલ છે. ટુંકી હકીકત એવી છેકે ધાનેરા તાલુકાના નારણભાઈ પટેલના બે  દિકરા વસરામભાઈ તથા મગનભાઈ પૈકી વસરામભાઈ આફ્રિકાના ધાના ગામે તથા સોનાની ખાણના વેપારમાં સેટ થઈ ગયેલ જેમનો વિક્રમ નામનો પુત્ર પણ તેમના ધંધામાં મદદ કરતાં હતાં તેને પણ પાંચ વર્ષનો બાળક છે બધા કુટુંબ સાથે ત્યાં રહેતા હતા અને  વેપાર સાથે સમાજ સેવાનું પણ કાર્ય કરતા હતા. જેઓનો પુત્ર વિક્રમ તા.ર૩-૯-૧૮ ના રોજ પાતાની ગાડીમાં ડ્રાયવર સાથે સીક્યુરીટી કમાન્ડો વગર બજારમાં નીકળેલ તે દરમ્યાન માફીયા ટોળકી ની નજરમાં હોઈ ગાડી સાથે અપહરણ કરાયો હતો. ત્યાંની સરકાર તેને શોધવા દોઢ વર્ષથી  મહેનત કરતી રહી પરંતુ મળી આવેલ નહી જાકે માફીયાઓએ ડ્‌ાયવરને થોડા મહીના પછી છોડી મુકેલ જ્યારે વિક્રમને  છોડતા ન હતા. પરંતુ ધનીષ્ઠ જહેમત બાદ બુરકીના થી બે દિવસ પહેલા મળી આવેલ તેની દાઢી અને માથાના વાળ પણ વધી ગયેલ જે ઓળખી પણ ન શકાય તેવી હાલતમાં મળી આવેલ જાકે વિક્રમ મળી આવતાં તેના પરિવાર રામપુરા ગામ ત્યા ધાનામાં આનંદની લાગણી ફેલાઈ છે. આ બાબતે દ.આફ્રિકા ફોન વોટસએપ ઉપર સંપર્ક સાધવાની કોશીશ કરેલ પરંતુ સંપર્ક થઈ શકેલ નહી તેમના કુટુંબીજનો જાડેથી તેના છુટકારાની માહીતી મળેલ છે. પણ તેઓ હાલ કોઈ પણ જાતની ટીકા ટીપ્પણી કરવાની ના પાડેલ છે.
 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.